GUJARAT

મોડી રાત સુધી લાઉડ સ્પીકર પર ગરબા રમવાની ખેલૈયાઓની ઈચ્છા અપૂર્ણ રહેશે

નવરાત્રિને લઈ રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું સામે આવ્યું છે. જેમાં રાત્રિના 12 પછી લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ છે. તેમજ તારીખ 3થી 12 ઓક્ટોબર સુધી જાહેરનામું અમલી રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

12 વાગ્યા બાદ ક્યાંય પણ માઇક કે સાઉન્ડ સિસ્ટમ ચાલુ હશે તો પગલાં લેવામાં આવશે

રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું છે કે રાત્રિના બાર વાગ્યા પછી રાસ ગરબામાં લાઉડ સ્પીકર વગાડવા ઉપર પ્રતિબંધ છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે તેવી પોલીસની જાહેરાત છે. તારીખ 3 થી 12 ઓક્ટોબર સુધી જાહેરનામું અમલી રહેશે. તેમજ મોડી રાત સુધી સાઉન્ડ સિસ્ટમ ઉપર ગરબા રમવાની ખેલૈયાઓની ઈચ્છા ઉપર પાણી ફરી વળ્યુ છે. જેમાં 12 વાગ્યા બાદ ક્યાંય પણ માઇક કે સાઉન્ડ સિસ્ટમ ચાલુ હશે તો પગલાં લેવામાં આવશે.

અમદાવાદમાં નવરાત્રિમાં કોમર્શિયલ ગરબા માટે 80 અરજી મળી

ગઇકાલે અમદાવાદમાં DCPએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, અમદાવાદમાં નવરાત્રિમાં કોમર્શિયલ ગરબા માટે 80 અરજી મળી છે. આથી શહેરમાં નવરાત્રિ સારી રીતે થઈ શકે તે માટે અમદાવાદ પોલીસના અધિકારીઓ બંદોબસ્તમાં રહેવાના છે. શી ટિમમાં મહિલા અધિકારી, ટ્રાફિક જવાન અનેં સ્થાનિક પોલીસ કર્મીઓ હાજર રહેશે. આ સાથે ધ્વનિ પ્રદુષણ ન થાય તે મુજબની ગાઇડલાઈ નું પાલન કરાશે. આ સાથે કોઈ અઘટિત ઘટના ના બને તે માટે પણ ખાસ તકેદારી રાખવામાં આવશે. DCP ના નિવેદન પ્રમાણે કોમર્શિયલ ધોરણે cctv રાખવા, લાઉડ સ્પીકર 12 વાગ્યા સુધી મહિલા પુરુષ એન્ટ્રી ગેટ અલગ, પાર્કિંગ વ્યવસ્થા, પાર્કિંગ વહિકલનીં વિગત સહિત તકેદારી રાખવા આયોજકોને સૂચનાઓ આપવામાં આવી છે. આ સાથે સાથે વ્યવસન કરી કોઈ ન આવે તેની તકેદારી રાખવા માટે પણ આયોજકોને સૂચનાઓ અપાઈ છે.

શહેરમાં 14,000 પોલીસ જવાબ નવરાત્રિમાં સ્ટેન્ડ બાય રહેશે

ગરબા દરમિયાન એમ્બ્યુલન્સ સાહિતની સુવિધા રાખવી પડશે.અત્યારે નાની ઉંમરે લોકોને હાર્ટ એટેક આવતા હોય છે. જેથી એમ્બ્યુલન્સને ગરબા સ્થળ પર તૈનાત રાખવી અનિવાર્ય છે. આ સાથે સાથે ગાઈડલાઈન મુજબ અયોજકોએ પાલન નહી કર્યું હોય તો આયોજન રદ્દ કરાશે અને તેમની સાથે પગલાં લેવાશે એવી સૂચનાઓ આપી દેવામાં આવી છે. શહેરમાં 14,000 પોલીસ જવાબ નવરાત્રિમાં સ્ટેન્ડ બાય રહેશે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button