સામાન્ય રીતે શનિવાર અને રવિવારે ભારતીય શેરબજાર બંધ રહેતું હોય છે. જેથી આ બે દિવસ કોઈ કારોબાર નથી થતો. પરંતુ આજે શનિવાર હોવા છતાં શેરબજાર થોડા સમય માટે ખુલશે. નેશનલ સ્ટોક એક્સચેંજ એટલે કે, એનએસઈ આજે શનિવારે પોતાના ડિઝાસ્ટર રિકવરી સાઈટ પર મૉક ટ્રેડિંગ સેશન આયોજિત કરશે. એનએસઈએ એક સર્કયુલર જાહેર કરીને જણાવ્યું છે કે, 28 સપ્ટેમ્બરે કેપિટલ માર્કેટ સેગમેન્ટમાં મોક ટ્રેડિંગ સેશન ચાલશે. ઉપરાંત ટેસ્ટિંગ ફ્યૂચર્સ એન્ડ ઓપશન્સમાં પણ ટ્રેડિંગ થશે. આ દરમિયાન ડિઝાસ્ટર રિકવરી સાઈટ પર સ્વિચ ઓવર કરાશે. આવું એટલા માટે થશે જેથી એ નક્કી કરી શકાશે કે કોઈ કટોકટીમાં પણ સ્ટોક એક્સચેંજની સર્વિસ પર કોઈ અસર ન પડે અને કારોબાર રાબેતા મુજબ ચાલી શકે.
શેરબજાર કેટલા વાગ્યે ખુલશે?
નેશનલ સ્ટોક એક્સચેંજે સર્કયુલરમાં જણાવ્યું કે, શનિવારે મૉક ટ્રેડિંગ સેશન બપોરે 12 વાગ્યાથી એક વાગ્યાની વચ્ચે આયોજિત કરાશે. આ ઉપરાંત 30 સપ્ટેમ્બરથી ત્રીજી ઑક્ટોબર સુધી ડિઝાસ્ટર રિકવરી સાઈટ પર લાઈવ ટ્રેડિંગ સેશન પણ થશે. આનું કારણ કોઈપણ વિપરીત સ્થિતિમાં સિસ્ટમ રિએક્ટિવિટીની તરફ વધી કરવાનું છે. આ એનએસઈ દ્વારા આયોજિત આ વર્ષે ત્રીજું સ્પેશિયલ લાઈવ ટ્રેડિંગ સેશન છે. આ અગાઉ બીજી માર્ચે અને 18 માર્ચે સ્પેશિયલ લાઈવ ટ્રે઼ડિંગ આયોજિત થયા હતા. ડિઝાસ્ટર રિકવરી સાઈટ કોઈપણ ક્રિટિકલ ઈન્સ્ટિટ્યૂશન માટે ખૂબ મહત્ત્વનુ મનાય છે.
T+0 સેટલમેન્ટ સાયકલ
નેશનલ સ્ટોક એક્સચેન્જે હાલમાં T+0 સેટલમેન્ટ સિસ્ટમ પર પ્રતિબંધ મૂક્યો છે. આ સિસ્ટમ 30 સપ્ટેમ્બરથી લાગુ થવાની હતી. એનએસઈએ એક નોટિફિકેશનમાં જણાવ્યું છે કે આ સેટલમેન્ટ સિસ્ટમ હાલમાં બંધ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2002 સુધી T+5 સેટલમેન્ટ સિસ્ટમ હતી. આ પછી, T+3 સેટલમેન્ટ વર્ષ 2002માં લાગુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ-2003માં T+2 સેટલમેન્ટ સિસ્ટમ આવી. આ પછી ગયા વર્ષે જાન્યુઆરીમાં T+1 સેટલમેન્ટ સિસ્ટમ આવી હતી.
Source link