Rajkotમાં બીમારીથી કંટાળી મહિલા કોન્સ્ટેબલનો આપઘાત, સ્યુસાઈડ નોટ મળી

રાજકોટમાં માઉન્ટેન પોલીસલાઈન ક્વાર્ટરમાં રહેતી 27 વર્ષીય મહિલા કોન્સ્ટેબલ ભૂમિકાબા ચૌહાણે શુક્રવારે (3 ઓક્ટોબર) ઝેરી દવા પીધી હતી, જેના થોડા કલાક પછી તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા,
પરંતુ સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી અને મૃતક પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવી છે. નોટમાં ભૂમિકાબાએ પોતાની બીમારી અને સતત દર્દના કારણે આ પગલું ભરવું પડ્યું હોવાનું લખ્યું હતું.
બીમારીથી કંટાળીને જીવન ટુંકાવ્યુ
ભૂમિકાબા ચૌહાણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે, તેઓને અવાર-નવાર સારવાર માટે સિવિલ હોસ્પિટલના પ્રવાસ કરવો પડતો હતો. લાંબા સમયથી બીમારી સાથે સંઘર્ષ કર્યા પછી,
અંતે કંટાળીને તેમણે આ ભયંકર નિર્ણય લીધો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી, આગળની કાર્યવાહી હાથ ધરવાની ઘોષણા કરી છે. આ ઘટનાએ પોલીસે સ્ટાફ અને આસપાસના લોકોમાં ચિંતા ઉત્પન્ન કરી છે.