સુરતમાંથી શાકભાજી ભરેલા ટેમ્પોમાંથી દારૂ ઝડપાયો છે. જેમાં સરદાર માર્કેટના પાર્કિંગમાં ટેમ્પામાંથી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીથીન બેગ વચ્ચે છુપાવેલી 4920 બોટલ મળી આવી છે. જેમાં મહારાષ્ટ્રીથી દારૂ સુરત લવાયો હતો. તથા સુરતમાં દારૂ જપ્ત કરી ટેમ્પોચાલકને વોન્ટેડ જાહેર કર્યો છે.
પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી
સરદાર માર્કેટમાં શાકભાજી સાથે દારૂ લાવામાં આવ્યો છે. જેમાં સરદાર માર્કેટના પાર્કિંગમાં ટેમ્પોમાંથી દારુ પકડાયો છે. પોલીથીન બેગ વચ્ચે સંતાડાયેલી દારુની બોટલ મળી આવી છે. મહારાષ્ટ્રથી પોલીથીન બેગ સાથે દારૂ લવાયું હતુ. સુરત PCBની ટીમે દારૂનો ખેલ પકડી પાડ્યો છે. દારૂ ભરી લાવનાર ટેમ્પો ચાલક વોન્ટેડ છે. જેમાં પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
હવે બુટલેગરો નવી મોડસઓપરેન્ડી અપનાવી રહ્યા છે
રાજસ્થાન અને પંજાબથી આવતા દારૂ પર પોલીસની નજર વધતા હવે બુટલેગરો નવી મોડસઓપરેન્ડી અપનાવી રહ્યા છે. જેમાં અમદાવાદના અસલાલી પોલીસે એક ટ્રાન્સપોર્ટ કંપનીમાં આવેલા દવાના 10 બોક્સમાંથી રૂપિયા બે લાખનો દારૂ જપ્ત કર્યો હતો. હરિયાણાના સ્થાનિક બુટલેગરે રાજકોટના એક બુટલેગરને મેડિકલ સ્ટોરના નામે આ દારૂનો જથ્થો મોકલ્યો હતો. જે અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વિગતે એવી છે કે અસલાલીમાં આવેલી ઓક્સિજન લોજિસ્ટિક રીમેઝીંગ કંપનીના મેનેજર અંકિત શુક્લાને સ્થાનિક સ્ટાફે કહ્યું હતું કે હરિયાણાથી આવેલા એક પાર્સલમાં દવાનો ઉલ્લેખ કરેલ છે પરંતુ તેમાં મોટા પ્રમાણમાં લિક્વિડ હોવાની શક્યતા છે. જેથી શંકાને આધારે તેમણે અસલાલી પોલીસને જાણ કરી હતી. અને પોલીસે તપાસ કરતા 10 બોક્સમાંથી રૂપિયા બે લાખની દારૂની 120 જેટલી બોટલો મળી આવી હતી. આ પાર્સલ મેડિકલ સ્ટોર સરસ્વતી સમાજ હરિયાણાથી પાર્સલ કરાયું હતું અને શિવ શક્તિ મેડિકલ સ્ટોર નવાગામ રાજકોટ પહોંચાડવાનું હતું. પોલીસના આશંકા છે કે ટ્રાન્સપોર્ટ કંપનીમાં અગાઉ પણ આ રીતે પાર્સલ મોકલાયાની શક્યતા છે. જેથી પોલીસે હરિયાણાથી સીસીટીવી તેમજ અન્ય દસ્તાવેજો મંગાવીને તપાસ શરૂ કરી છે.
Source link