મારું ગુજરાત
સુરતના Dumas hotel alcohol party, બે મહિલા આર્ટિસ્ટ સહિત 6 ઝડપાયા

Dumas hotel alcohol party: સુરતના ડુમસ વિસ્તારમાં આવેલી એક હોટલમાં મોડી રાત્રે દારૂની પાર્ટી યોજાઈ રહી હોવાની બાતમી આધારે પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. ઘટનાસ્થળે તાત્કાલિક દરોડો પાડતાં રૂમ નંબર 443માંથી બે મહિલા આર્ટિસ્ટ અને ચાર યુવકોને દારૂની મહેફિલ માણતી સ્થિતિમાં રંગેહાથ પકડવામાં આવ્યા હતા.
બાતમી આધારે પોલીસે દરોડો પાડ્યો
પોલીસને મળેલી માહિતી અનુસાર, ડુમસ વિસ્તારમાં આવેલી એક ખાનગી હોટલના રૂમ નંબર 443માં દારૂની મહેફિલ ચાલી રહી હતી. પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી અને તપાસ દરમિયાન દારૂની મોજશોખ માણી રહેલા છ લોકો ઝડપાયા હતા.
પકડાયેલા લોકોના નામ
પોલીસે દારૂની પાર્ટીમાં સામેલ (1) મીત હિમાંશુભાઈ વ્યાસ, (2) સંકલ્પ અજય પટેલ, (3) સમકિત કલાપીભાઈ વિમાવાલા, (4) શ્લોક ભાવેશ દેસાઈ અને બે મહિલા આર્ટિસ્ટની અટકાયત કરી છે.