- થાનગઢમાં ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર તારાજી સર્જાઈ
- ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાવાના કારણે ઉભા પાકને નુકસાન
- ખેડૂતોએ સરકાર પાસે સર્વે કરી સહાય ચૂકવવા માગ કરી
થાનગઢ તાલુકામાં અતિ ભારે પડેલા વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકમાં નુકસાન થયું છે. રાજ્ય સહિત થાનગઢમાં વરસેલા ધોધમાર વરસાદના કારણે ઠેર-ઠેર તારાજી સર્જાઈ છે. થાનગઢમાં ભારે વરસાદના કારણે ઉભા પાકને નુકસાન પહોંચતા ખેડૂતો દ્વારા સર્વે કરી સહાય ચૂકવવા માટે માંગણી કરવામાં આવી છે.
ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો
થાનગઢ તાલુકાના નળખંભા ગામે ખેડૂતોના પાકને અતિ ભારે વરસાદના કારણે પાકમાં નુકસાન થયું છે. ખેડૂતોના કપાસ, તલ, એરંડા તેમજ શાકભાજીમાં ટમેટા, મરચી અને સરગવાના પાકમાં મોટા પ્રમાણ નુકસાન થયું છે. ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાવાના કારણે ઉભા પાક સુકાઈ ગયા છે અને ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે
ખેડૂતોએ સહાય ચૂકવવા માંગણી કરી
ખેડૂતો દ્વારા સરકાર પાસે સહાયની માંગણી કરવામાં આવી છે. તાત્કાલિક સર્વે કરવામાં આવે અને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી માગ હાલ તો ખેડૂતો કરી રહ્યા છે. ઉભા પાક સુકાઈ જવાના કારણે કુદરતી આપત્તિના કારણે ખેતરોના ઉભા પાકની અંદર નુકસાની વેઠી રહ્યા છે.
ભારે વરસાદના કારણે સીરામીક ઉદ્યોગને ભારે નુકસાન
થાનગઢમાં વરસેલા અતિ ભારે વરસાદના કારણે સીરામીક ઉદ્યોગને ભારે નુકસાન થયું છે. થાનગઢમાં વરસેલા ધોધમાર વરસાદના કારણે ઠેર ઠેર તારાજી સર્જી હતી, તેના કારણે અનેક વિસ્તારોની અંદર કારાખાનામાં ખરાબી સર્જાઈ હતી.
કાચો માલ અને પેકિંગ થયેલા માલને મોટુ નુકસાન
આ વરસાદી પાણીના કારણે અનેક વિસ્તારોની અંદર નુકસાન જોવા મળ્યું છે. ત્યારે વગડીયા રોડ ઉપર આવેલા સિરામિક ઉદ્યોગમાં પાણી ભરાવવાના કારણે નુકસાન થયું હતું. આ નુકસાનમાં સિરામિક ઉદ્યોગમાં વપરાતા રો મટીરીયલ તેમજ તૈયાર થયેલો કાચો માલ અને પેકિંગ થયેલા માલને મોટુ નુકસાન પહોંચવાથી હાલ કારખાનેદારને ભારે આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
Source link