T20 World Cupની ફાઈનલમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા ન્યૂઝીલેન્ડ સામે ભવ્ય જીત મેળવી ત્રીજી વખત ખિતાબ પોતાના નામે કર્યો છે. અમદાવાદના Narendra Modi Stadium ખાતે રમાયેલી આ ઐતિહાસિક મેચમાં ભારતે ન્યુઝીલેન્ડને 96 રને હરાવ્યું છે.
ક્રિકેટ ઈતિહાસમાં એક વધુ સોનેરી પાનુ ઉમેરતાં ભારતે ICC Men’s T20 World Cupના ફાઈનલ મુકાબલામાં શાનદાર જીત મેળવી ત્રીજી વખત ટ્રોફી પર કબજો કર્યો છે. અમદાવાદના ભવ્ય Narendra Modi Stadium ખાતે રમાયેલી આ હાઈ વોલ્ટેજ મેચમાં ટીમ ઈન્ડિયાએ બેટિંગ અને બોલિંગ બંનેમાં દમદાર પ્રદર્શન કરીને ન્યૂઝીલેન્ડને એકતરફી મુકાબલામાં હરાવ્યું હતું. ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 255 રન કર્યા હતા અને ન્યુઝીલેન્ડને જીત માટે 256 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ન્યુઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ પસંદ કરીને ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ફાઈનલમાં પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે શરૂઆતથી જ આક્રમક અંદાજ અપનાવ્યો હતો. ભારત તરફથી Sanju Samsonએ તોફાની ઈનિંગ રમતા માત્ર 46 બોલમાં 89 રન ફટકાર્યા હતા. તેમની ઈનિંગ દરમિયાન 8 ભવ્ય સિક્સર અને 5 ફોર જોવા મળી હતી, જેના કારણે ભારતીય ટીમનો સ્કોર ઝડપથી આગળ વધ્યો હતો અને ન્યૂઝીલેન્ડના બોલરો પર ભારે દબાણ ઊભું થયું હતું.
ઓપનર તરીકે મેદાનમાં ઉતરેલા Abhishek Sharmaએ પણ ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી. તેમણે માત્ર 21 બોલમાં 52 રનની તોફાની ઈનિંગ રમી જેમાં 3 સિક્સર અને 6 ફોરનો સમાવેશ થયો હતો. બીજી તરફ Ishan Kishanએ પણ મહત્વપૂર્ણ યોગદાન આપતા 25 બોલમાં 54 રન બનાવ્યા હતા અને પોતાની ઈનિંગમાં 4 ફોર તથા 4 સિક્સર ફટકાર્યા હતા. જોકે ટીમના કેપ્ટન Suryakumar Yadav માટે આ મેચ ખાસ રહી નહોતી કારણ કે તેઓ ઇનિંગના પ્રથમ જ બોલ પર આઉટ થઈ ગયા હતા.

તો બીજી તરફ જસપ્રિત બુમરાહે શાનદાર બોલિંગ કરી હતી અને 4 વિકેટ ઝડપી હતી. તો અક્ષર પટેલે પણ મહત્વની 3 વિકેટ ઝડપી ન્યુઝીલેન્ડની બેટિંગ વેરવિખેર કરી નાખી હતી.
ટોપ ઓર્ડરની આક્રમક બેટિંગના કારણે ભારતે ફાઈનલ જેવી મોટી મેચમાં વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. ત્યારબાદ ભારતીય બોલરો પણ જોરદાર લયમાં જોવા મળ્યા અને ન્યૂઝીલેન્ડની ટીમને દબાણમાં રાખી મોટી જીત સુનિશ્ચિત કરી. આ જીત સાથે ભારતે ફરી એકવાર વિશ્વ ક્રિકેટમાં પોતાની શક્તિ સાબિત કરી અને ત્રીજી વખત T20 વર્લ્ડકપ ટ્રોફી જીતવાનો ગૌરવ પ્રાપ્ત કર્યો.


Leave a Comment