બોક્સ ઓફિસ પર ‘મહાઅવતાર નરસિમ્હા’ની ધમાલ, ફિલ્મે બનાવ્યો ખાસ રેકોર્ડ

25 જુલાઈના રોજ રિલીઝ થયેલી ફિલ્મ ‘મહાઅવતાર નરસિમ્હા’એ ચાર દિવસમાં ધૂમ કમાણી કરી છે. આ ફિલ્મે 2005માં રિલીઝ થયેલી એનિમેટેડ ફિલ્મ હનુમાનને પાછળ છોડી દેતા નંબર-1 પર પોતાનું સ્થાન બનાવી લીધુ છે.
આવી સ્થિતિમાં આ ફિલ્મ હવે ભારતની સૌથી વધુ કમાણી કરનારી એનિમેટેડ ફિલ્મ બની ગઈ છે. ફિલ્મની સ્ટોરીમાં ભગવાન વિષ્ણુના બે અવતાર, વરાહ અવતાર અને નરસિંહ અવતારની સ્ટોરી બતાવવામાં આવી છે.
ફિલ્મમાં 5 વર્ષના બાળક પ્રહલાદની સ્ટોરી પણ બતાવવામાં આવી છે. દર્શકોને ફિલ્મની સ્ટોરી ખૂબ જ પસંદ આવી રહી છે.
બોક્સ ઓફિસ પર ‘મહાઅવતાર નરસિમ્હા’ની ધૂમ
રિપોર્ટ્સ મુજબ, આ ફિલ્મ બનાવવામાં 4 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. જ્યારે ફિલ્મે બોક્સ ઓફિસ પર તેના બજેટ કરતા 5 ગણી વધુ કમાણી કરી લીધી છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે 1.75 કરોડની કમાણી કરી હતી.
બીજા દિવસે એટલે કે, શનિવારે ફિલ્મે 4.6 કરોડની કમાણી કરી હતી. ફર્સ્ટ સન્ડે 9.5 કરોડનો બિઝનેસ કર્યો હતો. ચોથા દિવસે એટલે કે પહેલા સોમવારે આ ફિલ્મે 3.86 કરોડની કમાણી કરી હતી. આમ આ ફિલ્મે અત્યાર સુધીમાં 19.71 કરોડની કમાણી કરી છે.