મારું ગુજરાત
Surendranagar News : સુરેન્દ્રનગરના ચુડામાં પાણીના પ્રવાહમાં દાદા-પૌત્ર તણાઈ જતા મોત

સુરેન્દ્રનગરના જિલ્લાના ચુડા તાલુકાના ચમારડી ગામમાં એક કરુણ ઘટના બની છે, જ્યાં નદીના પ્રવાહમાં તણાઈ જવાથી દાદા અને પૌત્રનું મૃત્યુ થયું છે.
પૌત્રને બચાવવા ગયેલા દાદા પાણીમાં તણાયા
મળેલી માહિતી મુજબ, માલધારી સમાજના કરણભાઈ કાનાભાઈ ચાવડા અને તેમનો પૌત્ર નરેશભાઈ દોલાભાઈ ચાવડા ગામ નજીક પશુ ચરાવી રહ્યા હતા. તે દરમિયાન પૌત્ર નરેશ નદીના પાણીના પ્રવાહમાં તણાઈ ગયો હતો.
પૌત્રને બચાવવા માટે દાદા કરણભાઈએ પણ નદીમાં ઝંપલાવ્યું હતું, પરંતુ કમનસીબે તેઓ પણ પ્રવાહમાં તણાઈ ગયા હતા.