પશ્ચિમ રેલવેએ તત્કાલ ટિકિટ બુકિંગમાં કાળાબજારી પર અસરકારક નિયંત્રણ મેળવવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. શતાબ્દી એક્સપ્રેસમાં સફળ પ્રયોગ બાદ હવે OTP આધારિત વેરીફિકેશન સિસ્ટમનો વ્યાપ વધારી રાજધાની, દૂરંતો અને વંદે ભારત જેવી મહત્વની ટ્રેનોમાં પણ આ નિયમ 5 ડિસેમ્બરથી લાગુ કરવામાં આવશે.
- OTP વગર ફાઇનલ બુકિંગ અશક્ય
મુસાફર IRCTC વેબસાઇટ, મોબાઇલ એપ, અધિકૃત એજન્ટ કે બુકિંગ કાઉન્ટર—કઈ પણ રીતથી તત્કાલ ટિકિટ બુક કરે, અંતિમ પુષ્ટિ ત્યારે જ થશે જ્યારે નોંધાયેલા મોબાઇલ નંબર પર મોકલાયેલ OTP દાખલ કરવામાં આવશે. રેલવે અનુસાર, આ પદ્ધતિ કાળાબજારી રોકવામાં અસરકારક સાબિત થશે અને સામાન્ય મુસાફરોને પારદર્શક સેવા મળશે.
- કઈ ટ્રેનોમાં નવો નિયમ લાગુ?
શતાબ્દી બાદ 5 ડિસેમ્બરથી OTP સિસ્ટમ આ ટ્રેનોમાં લાગુ થશે:
સાબરમતી–દિલ્હી રાજધાની એક્સપ્રેસ
અમદાવાદ–પૂણે દૂરંતો એક્સпрેસ
સાબરમતી–જોધપુર વંદે ભારત એક્સપ્રેસ
હાપા–મુંબઈ સેન્ટ્રલ દૂરંતો એક્સપ્રેસ
રેલવેએ જણાવ્યું હતું કે પ્રયોગ સફળ થાય તો આવતા સમયમાં વધુ ટ્રેનોને પણ OTP સિસ્ટમ હેઠળ લાવવામાં આવશે.
5 અને 6 ડિસેમ્બરે ટ્રેન રદ/વિલંબ
બ્રિજ સંબંધિત કામગીરીને કારણે નીચેની ટ્રેનો રદ અથવા વિખેરાયેલા રૂટ પર દોડશે:
રદ: 5 અને 6 ડિસેમ્બર – સાબરમતી–જોધપુર એક્સપ્રેસ
રદ: 5 ડિસેમ્બર – જોધપુર–સાબરમતી એક્સપ્રેસ
રૂટ પરિવર્તન: બાન્દ્રા ટર્મિનસ–ભગત કી કોઠી, હડપસર–જોધપુર ટ્રેન પાટણ–ભીલડી રૂટ પરથી
વિલંબ: જમ્મુ તવી એક્સપ્રેસ અને યોગ એક્સપ્રેસ ~2 કલાક મોડું
મુસાફરોને મુસાફરી કરતા પહેલાં સમયપત્રક ચકાસવાની સલાહ આપવામાં આવી છે.
- ટિકિટ કાળાબજારી પર નિયંત્રણ
રેલવેએ જણાવ્યું કે OTP આધારિત સિસ્ટમ સામાન્ય મુસાફરોને સુરક્ષિત, પારદર્શક અને વિશ્વાસપાત્ર બુકિંગ અનુભવ આપશે. તત્કાલ ટિકિટોના ગેરકાયદેસર વેપારમાં પણ મોટો ઘટાડો થશે એવી અપેક્ષા છે.


Leave a Comment