ટી20 વર્લ્ડ કપ 2026માં બુધવારે નેધરલેન્ડ્સ અને ટીમ ઈન્ડિયા વચ્ચે મેચ રમાઈ. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ 17 રનથી જીત મેળવી અને આ વર્લ્ડ કપમાં સતત ચોથી જીત નોંધાવી. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. જ્યાં ટોસ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવએ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો.
સૂર્યા બ્રિગેડે પહેલા બેટિંગ કરતાં શિવમ દુબેના 31 બોલમાં 66 રનની શાનદાર ઇનિંગ્સના આધારે 193/5નો સ્કોર ઉભો કર્યો. તેના જવાબમાં ઉતરેલી નેધરલેન્ડ્સની ટીમ 176 રન સુધી જ સીમિત રહી.
ભારતીય ટીમે આ મેચ 17 રનથી જીતી લીધી. ભારત આ વર્લ્ડ કપમાં પોતાના ચારેય મેચ જીતી ચૂક્યું છે. જ્યારે નેધરલેન્ડ્સની ટીમનું ટી20 વર્લ્ડ કપની સફર સમાપ્ત થઈ. તેમને આ વર્લ્ડ કપમાં એકમાત્ર જીત નામીબિયા સામે મળી હતી.
આવી રહી નેધરલેન્ડ્સની ઇનિંગ
194 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી નેધરલેન્ડ્સની શરૂઆત સારી રહી. પ્રથમ ઝટકો તેને છઠ્ઠા ઓવરમાં લાગ્યો જ્યારે મેક્સ 35 રન બનાવીને આઉટ થયા. ત્યારબાદ 51ના સ્કોરે બીજો ઝટકો લાગ્યો જ્યારે માઈકલ લેવિટ આઉટ થયા.બાસ ડી લીડે અને કોલિન વચ્ચે સારી ભાગીદારી વિકસી,
પરંતુ ત્યારબાદ ભારતીય બોલરોએ દબાણ વધાર્યું. નેધરલેન્ડ્સની ટીમ માત્ર 176 રન બનાવી શકી. ભારત તરફથી સૌથી સફળ બોલર વરુણ ચક્રવર્તી રહ્યા, જેમણે 3 ઓવરમાં 14 રન આપી 3 વિકેટ ઝડપી. જ્યારે શિવમ દુબેએ 2 અને જસપ્રીત બુમરાહએ 1 વિકેટ લીધી.
ભારતીય ટીમની ઇનિંગની હાઇલાઇટ્સ
આ મુકાબલામાં ભારતીય ટીમ તરફથી ઓપનિંગ કરવા અભિષેક શર્મા અને ઇશાન કિશન આવ્યા. અભિષેક શર્મા ફરી એકવાર અનલકી સાબિત થયા અને પ્રથમ જ ઓવરમાં નેધરલેન્ડ્સના આર્યન દત્તની બોલિંગ પર 0 રન પર આઉટ થયા. અભિષેક માત્ર 3 બોલ જ રમી શક્યા.
આ તેમના માટે આ વર્લ્ડ કપમાં શૂન્ય રનની હેટ્રિક રહી. ત્યારબાદ ઇશાન કિશન પણ 7 બોલમાં 18 રન બનાવી બોલ્ડ થયા. ઈશાનના આઉટ થતા જ ટીમ ઈન્ડિયાનો સ્કોર 39/2 થયું.


Leave a Comment