ચાર પગાવાળો AI રોબોટ ડોગ “Spot” હવે દુનિયાના 60થી વધુ બોમ્બ સ્ક્વાડમાં તૈનાત થઈ ગયો છે. Boston Dynamics દ્વારા વિકસિત આ રોબોટિક મુસાફરને હાઈ-રિસ્ક ઝોનમાં મોકલવામાં આવે છે, જ્યાં માનવ માટે જવું અત્યંત જોખમી હોય છે.
આ મશીન ડોગ રિયલ-ટાઈમ વિઝ્યુઅલ, થર્મલ ડેટા અને ઓબસ્ટેકલ ડિટેક્શન સાથે ટીમને સુરક્ષિત અંતરેથી ઓપરેશન નિયંત્રિત કરવાની સગવડ આપે છે.
- કેવી રીતે કરે છે જોખમભર્યું કામ?
Spotના 360° કેમેરા, LIDAR સેન્સર, થર્મલ વિઝન અને AI ઓટો-નેવિગેશન તેને અત્યંત જોખમી જગ્યાઓ સુધી પહોંચવા સક્ષમ બનાવે છે. તે સીડીઓ ચડી શકે છે, ઊબડખાબડ જમીન પર ચાલે છે અને 14 કિગ્રા સુધીનું વજન વહન કરી શકે છે. એટલાં માટે તેમાં બોમ્બ ડિફ્યુઝ ટૂલ્સ અથવા રોબોટિક આર્મ પણ જોડાઈ શકે છે.
- કેમ વધ્યો છે તેનો ઉપયોગ?
બ્લૂમબર્ગ મુજબ 60થી વધુ વૈશ્વિક બોમ્બ સ્ક્વાડે Spotને અપનાવી લીધો છે કારણ કે:
માણસનો જીવ જોખમમાં ન પડે
શંકાસ્પદ પેકેજની સુરક્ષિત તપાસ
લાઈવ થર્મલ અને 360° વીડિયો ફીડ
ભીડવાળા વિસ્તારોમાં ઝડપી જોખમ વિશ્લેષણ
આ રોબોટ સંપૂર્ણ રીતે રિમોટ-કંટ્રોલ્ડ છે, એટલે ઓફિસર્સ દૂર રહીને ઓપરેશન સંભાળી શકે છે.
કિંમત કેટલી છે?
Spotની બેઝ કિંમત લગભગ ₹88.5 લાખ છે. જો તેમાં LIDAR, રોબોટિક આર્મ અથવા બોમ્બ-સ્ક્વાડ ટૂલ્સ ઉમેરવામાં આવે તો કુલ કિંમત ₹1 કરોડથી વધુ થઈ જાય છે.
રોબોટિક સુરક્ષા અને AIના યુગમાં Spot હવે પોલીસ અને ડિફેન્સ ફોર્સિસનો અનિવાર્ય ભાગ બની રહ્યો છે.



Leave a Comment