OpenAIએ ભારતમાં ફ્રીમાં ChatGPT Go ઓફર આપવાનું શરૂ કર્યું છે, જેની કિંમત દર મહિને રૂ. 399 છે. મંગળવારે સવારે, દરેકને આ અપગ્રેડ મેસેજ દેખાવા લાગ્યો છે. જેમણે હજુ સુધી આવો મેસેજ દેખાતો નથી તેમને ટૂંક સમયમાં દેખાય શકે છે. આ પ્લાન આગામી 12 મહિના માટે મફત છે. જો તમે આ ફ્રી ટ્રાયલ લેવાનું વિચારી રહ્યા છો, તો પહેલા કંપનીના નિયમો અને શરતો સમજવા જરૂરી છે.
- ChatGPT શું છે?
ChatGPTએ એક AI ચેટબોટ છે. તે OpenAI નામની કંપની દ્વારા વિકસાવવામાં આવી હતી. ChatGPT એટલે ચેટ જનરેટિંગ પ્રી-ટ્રેઇન્ડ ટ્રાન્સફોર્મર્સ. તે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ડેટાના આધારે પ્રતિભાવો જનરેટ કરે છે. હાલમાં, ટ્રાયલ ધોરણે ChatGPT Go માટે ફ્રી ટ્રાયલ પ્લાન સબ્સ્ક્રિપ્શન ઉપલબ્ધ છે. આ ટ્રાયલ 12 મહિના માટે મફત છે. કંપનીએ ભવિષ્ય માટે તૈયારી કરી છે. ChatGPT Goમાં અપગ્રેડ કરવા માટે બેંક ડિટેઈલ અને UPI ID વિગતો આપવી જરૂરી છે. આ વિગતો પ્રદાન કર્યા પછી, તમારે રૂ. 399ની ચુકવણીની પણ પુષ્ટિ કરવાની જરૂર પડશે, જોકે તાત્કાલિક કોઈ ચુકવણી કરવામાં આવશે નહીં. આનો અર્થ એ છે કે એકવાર ટ્રાયલ અવધિ સમાપ્ત થઈ જાય, પછી રૂ. 399ની માસિક ચુકવણીની જરૂર પડશે. જોકે, તમે કોઈ પણ સમયે આ ચુકવણી રદ કરી શકો છો.
- UPIમાં ઓટો સેટઅપ
જ્યારે તમે ChatGPT Goનો ઉપયોગ કરવા માટે અપગ્રેડ પર ક્લિક કરશો, ત્યારે એક નવું પેજ ખુલશે, જે તમને બેંક ડિટેઈલ અથવા UPI ID દાખલ કરવા માટે સંકેત આપે છે. જ્યારે તમે તમારું UPI ID દાખલ કરશો, ત્યારે તમારી UPI એપ પર ઓટો પે સેટ કરવા માટે એક મેસેજ ફ્લેશ થશે. આનો અર્થ એ છે કે કંપનીની ટ્રાયલ અવધિ સમાપ્ત થયા પછી તમારે 399 રૂપિયાની ચુકવણી કરવી પડશે. ભારતીય યુઝર્સને ChatGPTમાં લોગ ઇન કરતાની સાથે જ સ્ક્રીન પર એક સંદેશ ફ્લેશ થશે. જેમાં, યુઝર્સને “Try Go, Free” મેસેજ સ્ક્રીન પર દેખાશે.



Leave a Comment