HOME

stories

STORIES

google-news

FOLLOW

FOLLOW

JOIN

WhatsApp જેવી ચેટ સુવિધા ChatGPT માં – જાણો શું છે ખાસ

Avatar photo
Updated: 17-11-2025, 08.00 AM

Follow us:

OpenAI એ તેના AI ચેટબોટ ChatGPT માટે ગ્રુપ ચેટ ફીચર રજૂ કર્યું છે. તેની મદદથી મિત્રો, પરિવાર અને ઓફિસના લોકો સાથે સરળતાથી વાતચીત કરી શકાશે. આ તમને WhatsAppના ગ્રુપ ચેટની યાદ અપાવે તેવું છે. ચાલો ChatGPTના આ ગ્રુપ ચેટ ફીચર વિશે વિગતવાર જાણીએ.

  • ChatGPTનું નવું ફીચર

ChatGPT મેકર OpenAIએ ગ્રુપ ચેટ સુવિધા લોન્ચ કરી છે. આ ફીચર ChatGPT એપ્લિકેશનની અંદર જ ઉપલબ્ધ છે. તેનો લાભ મિત્રો, પરિવાર અને સહકર્મીઓ સાથે ચેટિંગ દ્વારા લઈ શકાશે. મેસેજિંગ માટે ગ્રુપ ચેટ હાલ WhatsAppમાં પણ ઉપલબ્ધ છે.

  • ગ્રુપ ચેટ ફીચર કઈ રીતે યૂઝ કરવું?

ગ્રુપ ચેટને એક્ટિવેટ કરવા માટે યુઝર્સને ઉપર જમણી તરફ માણસનું આઈકોન જોવા મળશે. આ આઈકોનથી ગ્રુપ ચેટ શરૂ કરી શકાશે અને બીજા લોકોને આમંત્રણ મોકલી શકાશે. કંપનીએ આ ફીચરને પોતાની મોટી રણનીતિના ભાગરૂપે તૈયાર કર્યું છે. કંપનીને આશા છે કે આ નવા ફીચર દ્વારા યુઝર-બેઝમાં વધારો જોવા મળશે.

  • એક ગ્રુપમાં કેટલા લોકોને આમંત્રણ મોકલી શકાશે?

ChatGPT પર ઇન્વાઇટ શેર કરીને વધુમાં વધુ 20 લોકો જોડાઈ શકે એવું આમંત્રણ મોકલી શકાશે. ગ્રુપ બનાવતા કે ગ્રુપમાં જોડાતા પહેલાં સભ્યોને પ્રોમ્પ્ટ દ્વારા પ્રોફાઇલ સેટઅપ અને નામ આપવું પડશે. અહીં ફોટોઝ પણ ઉમેરવાની સુવિધા હશે.

  • સાઇડબારમાં દેખાશે ચેટનો વિકલ્પ

સાઇડબારમાં બધા સભ્યોને જોઈ શકાશે. અહીં યુઝર્સ પોતાની ઇચ્છા મુજબ ગ્રુપમાંથી બહાર પણ નીકળી શકે છે. સાથે જ સભ્યો ઇચ્છે તો ગ્રુપમાંથી કોઈને રિમૂવ પણ કરી શકે છે, પરંતુ ગ્રુપ ક્રિએટરને હટાવી શકાશે નહીં.

  • ઓટો રિપ્લાય ફીચર

ChatGPT 5.1માં એવી ક્ષમતા છે કે તે ગ્રુપ ચેટમાં પોતે જ આપમેળે જવાબ આપી શકે છે. ઓટો રિસ્પોન્સને કાઉન્ટ લિમિટમાં ઉમેરવામાં આવશે, એટલે કે જેમણે વધુ પ્રોમ્પ્ટ માટે સબ્સ્ક્રિપ્શન લીધું છે, તેમને નુકશાન થશે.

  • ઍપ અને વેબ બંને પર ઉપલબ્ધ

ChatGPTની અંદર ગ્રુપ ચેટની સુવિધા રોલઆઉટ કરી દેવામાં આવી છે. આ ફીચર વેબ અને મોબાઇલ ઍપ બંને માટે ઉપલબ્ધ છે. તેને ફ્રી, Go, Plus અને Pro વર્ઝન માટે લોન્ચ કરવામાં આવ્યું છે. હાલમાં આ સુવિધા જાપાન, તાઈવાન, ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ કોરિયા માટે ઉપલબ્ધ કરાઈ છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.