Google Cloud સ્ટોરેજનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યા છો, તો થોભો. તમારા ફોનની ઘણી સુવિધાઓ Google સ્ટોરેજ ભરવા અને જગ્યા રોકી રાખવા માટે જવાબદાર છે. જો તમે પૈસા ખર્ચ્યા વિના Google સ્પેસ કેવી રીતે ખાલી કરવી તે અંગે વિચારી રહ્યા છો, તો જાણી લો કેટલીક ટિપ્સ.
- લાર્જ ફાઇલ ડિલીટ કરો
તમારા ફોનમાં સૌથી વધારે જગ્યા લાર્જ ફાઇલો રોકે છે, તેથી શક્ય તેટલી વધુ ફાઇલો સાફ કરતા રહો. તમને જરૂર ન હોય તેવી કોઈ પણ ફાઇલો કાઢી નાખો. ડુપ્લિકેટ ફાઈલો, ઝિપ ફોલ્ડર્સ અને જૂના બેકઅપ જગ્યા રોકે છે, તેથી તમારા ફોનની Google ડ્રાઇવને વધુ જગ્યા રોકતા અટકાવવા માટે તેમને સાફ કરતા રહો.
- Google ફોટોઝને ઑપ્ટિમાઇઝ કરો
જો તમે Google ફોટોઝને તેમની મૂળ ક્વોલિટીમાં સાચવી રહ્યા છો, તો તે તમારા ફોન પર ઘણી જગ્યા રોકે છે. તમારે તેમને સ્ટોરેજ સેવર મોડમાં સાચવવા જોઈએ. તે તમારા ફોનના મીડિયાને ઑપ્ટિમાઇઝ કરે છે અને ફોટોઝની વિઝ્યુઅલ ગુણવત્તા સાથે સમાધાન કર્યા વિના ફાઇલની સાઇઝ ઘટાડે છે. તેના માટે, Google Photos સેટિંગ્સ પર જાઓ, અપલોડ ક્વોલિટી પસંદ કરો અને તેને સ્ટોરેજ સેવરમાં બદલો.
- Gmailમાં લાર્જ અટેચમેન્ટ ડિલીટ કરો
જો Gmail તમારી Google ડ્રાઇવ સ્પેસનો ઘણો ભાગ રોકી રહ્યું છે, તો લાર્જ અટેચમેન્ટ અને જૂના ઇમેઇલ્સ ડિલીટ કરો. બિનજરૂરી અટેચમેન્ટ કાઢી નાખો. 10 MB કરતા મોટા અટેચમેન્ટ ઇમેઇલ્સને ફિલ્ટર કરો અને ડિલીટ કરો.
- બધી Google એપ્લિકેશન્સમાંથી ટ્રેશ ખાલી કરો
ભલે એપ્લિકેશનો દર 30 દિવસે આપમેળે ખાલી થાય છે, પરંતુ તેમાં ટ્રેશ ખાલી કરવામાં ન આવે ત્યાં સુધી Google સ્પેસ લેવાનું ચાલુ રાખે છે. તેથી, તમારે બધી Google એપ્લિકેશન્સમાં ટ્રેશ મેન્યુઅલી ખાલી કરવો જરૂરી છે.



Leave a Comment