ગૂગલ મેપ્સ માટે એક નવી સુવિધાની જાહેરાત કરવામાં આવી છે, જે હવે ડ્રાઇવરને લેન નેવિગેશન પ્રદાન કરશે. આ તમારી મુસાફરીને સરળ બનાવશે અને તમને ખોટા વળાંક લેતા અટકાવશે. ગૂગલે એક બ્લોગ પોસ્ટમાં આ સુવિધા વિશે માહિતી આપી છે. તે એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ જેવું જ છે.
ગૂગલ બ્લોગ અનુસાર, ગૂગલે ગૂગલ મેપ્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સંચાલિત લાઇવ લેન ગાઇડન્સ સુવિધા રજૂ કરી છે. કંપનીએ આ સુવિધાને વધુ સારી રીતે સમજાવવા માટે એક ટૂંકો વીડિયો પણ એમ્બેડ કર્યો છે.
- AI-સંચાલિત લાઇવ લેન સુવિધા કેવી રીતે કાર્ય કરે છે?
વીડિયોમાં AI-સંચાલિત લાઇવ લેન ગાઇડન્સ સુવિધા કેવી રીતે કાર્ય કરે છે તે સમજાવવામાં આવ્યું છે. વીડિયો બતાવે છે કે જ્યારે કાર રસ્તા પર લેન છોડે છે, ત્યારે ડ્રાઇવરને ડાબે અથવા જમણે વળવા માટે કહેવામાં આવશે. ક્યારેક, વળાંક અથવા ફ્લાયઓવર પહેલાં લેન બદલવી જરૂરી હોય છે.
- ગૂગલ મેપ્સની નવી સુવિધાના ફાયદા
વળાંક અથવા ફ્લાયઓવર નજીક મુસાફરી કરતી વખતે, ડ્રાઇવરો ઘણીવાર કઈ લેન લેવી તે નક્કી કરવામાં મુશ્કેલી અનુભવે છે. આના કારણે તેઓ ઘણીવાર ખોટો રસ્તો જતાં રહે છે. નવી AI-સંચાલિત લાઇવ લેન ગાઇડન્સ સુવિધા સાથે, આ ભૂલ હવે થશે નહીં.
ગૂગલ મેપ્સમાં આ નવી સુવિધા આફ્ટર માર્કેટ ડેશ કેમ્સમાં જોવા મળતી ADAS સુવિધા જેવી હોઈ શકે છે. ADASના નામે આ ડેશ કેમ્સ લેન બદલતી વખતે ડ્રાઇવરોને ચેતવણી આપે છે અને ડ્રાઇવરને યોગ્ય લેન પર જવાની સલાહ આપે છે.



Leave a Comment