2025 ઇન્ટરનેટ આઉટેજનું વર્ષ ગણાઈ રહ્યું છે, અને હવે Google Meet પણ આ યાદીમાં સામેલ થઈ ગયું છે. બુધવારે ભારતમાં આ લોકપ્રિય વીડિયો મીટિંગ પ્લેટફોર્મ અચાનક ડાઉન થઈ ગયું, જેના કારણે હજારો યુઝર્સ મીટિંગમાં જોડાઈ શક્યા નથી.
ડાઉનડિટેક્ટર અનુસાર, સવારે 11:49 વાગ્યા સુધી 981થી વધુ ફરિયાદો નોંધાઈ હતી. અનેક લોકો કામકાજ વચ્ચે અટકી ગયા અને ઓનલાઈન મીટિંગ્સ અસરગ્રસ્ત થઈ ગઈ.
સમસ્યા શરૂ થતા જ, અનેક યુઝર્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની પરેશાનીઓ શેર કરી. કોઈએ લખ્યું— “હું કામ શરૂ કરું તે પહેલાં જ Google Meet ક્રેશ!” તો એક યુઝરે મજાકમાં લખ્યું— “અમારી આખી ઓફિસમાં Meet બંધ છે… મારા સિવાય!”
ગયા અઠવાડિયે પણ Cloudflareમાં ખામીને કારણે હજારો વેબસાઇટ્સ ડાઉન થઈ હતી. Canva, X અને ChatGPT જેવા મોટા પ્લેટફોર્મ્સ અસરગ્રસ્ત થયા હતા. Cloudflareના CTOએ સ્વીકાર્યું કે આઉટેજે વૈશ્વિક ઇન્ટરનેટ ટ્રાફિકને અસર કરી હતી.
હાલ Google Meetની આ સમસ્યાને લઈને કંપની તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. ટેક નિષ્ણાતો માને છે કે સર્વર-સાઈડ સમસ્યા હોઈ શકે છે.
જો તમે પણ Google Meetમાં લોગિન ન કરી શકતા હો, તો તમે એકલા નથી— દેશમાં સેંકડો યુઝર્સ એ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.



Leave a Comment