HOME

stories

STORIES

google-news

FOLLOW

FOLLOW

JOIN

Google vs ChatGPT : OpenAIના બ્રાઉઝર લોન્ચથી Alphabetના શેરમાં 4.8%નો ઘટાડો

Avatar photo
Updated: 24-10-2025, 05.42 AM

Follow us:

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રમાં અગ્રણી ગણાતી OpenAI એ તાજેતરમાં પોતાનું અદ્યતન AI આધારિત વેબ બ્રાઉઝર ‘ChatGPT Atlas’ લોન્ચ કર્યું છે. આ લોન્ચિંગ બાદ ટેક્નોલોજી ક્ષેત્રમાં ભારે ચર્ચા સાથે ગૂગલ માટે નવી પડકારજનક પરિસ્થિતિ ઉભી થઈ છે. OpenAI દ્વારા લોન્ચ થયાના બીજા જ દિવસે Alphabetના શેરોમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો,

જેના કારણે કંપનીનું માર્કેટ મૂલ્ય આશરે ₹13,188 અબજ જેટલું ઘટી ગયું હતું. શરૂઆતમાં OpenAI એ માત્ર 6 સેકન્ડનો રહસ્યમય વીડિયો જાહેર કરીને બ્રાઉઝરની ઝલક આપી હતી.

ત્યારબાદ CEO સેમ ઓલ્ટમેન દ્વારા લાઇવ પ્રસ્તુતિમાં ‘Atlas’ને સત્તાવાર રીતે રજૂ કરવામાં આવ્યું. ઓલ્ટમેને જણાવ્યું કે આ લોન્ચ એક એવો ક્ષણ છે, જ્યારે બ્રાઉઝર ટેક્નોલોજી શું કરી શકે છે તેની વ્યાખ્યાને ફરીથી લખવાની તક મળી છે.

માર્કેટ કેપ 3.05 ટ્રિલિયન અમેરિકી ડોલર

બ્રાઉઝર લોન્ચ થતાની સાથે જ શેરબજારમાં તરત જ અસર જોવા મળી. Alphabetના શેરોમાં 4.8 ટકા સુધીનો ઘટાડો નોંધાયો, જોકે દિવસના અંતે થોડો સુધારો થવા છતાં 2.4 ટકા ઘટીને 250.46 ડોલર પર બંધ થયા. હાલ Alphabetનું કુલ માર્કેટ કેપ 3.05 ટ્રિલિયન અમેરિકી ડોલર છે.

ટેક્નોલોજી નિષ્ણાંતોના જણાવ્યા મુજબ OpenAIનું આ બ્રાઉઝર ગૂગલ ક્રોમ માટે સીધો સ્પર્ધક જ નહીં પરંતુ વધુ અદ્યતન અને શક્તિશાળી વિકલ્પ સાબિત થઈ શકે છે.

મુખ્ય ફીચર ‘એજન્ટ મોડ’

હાલમાં ‘ChatGPT Atlas’ માત્ર Mac OS પર ઉપલબ્ધ છે, પરંતુ ટૂંક સમયમાં મોબાઇલ અને વિન્ડોઝ વર્ઝન પણ રજૂ થવાના છે. આ બ્રાઉઝરમાં ChatGPTને સીધું વેબ પેજમાં જ એકીકૃત કરવામાં આવ્યું છે, જેથી યુઝરને સર્ચ કરતી વખતે ટેબ બદલવાની જરૂર નથી રહેતી. તેનું મુખ્ય ફીચર ‘એજન્ટ મોડ’ છે,

જેમાં AI યુઝરના વતી સ્વચાલિત રીતે કામ કરી શકે છે, જેમ કે ફ્લાઇટ ટિકિટ બુક કરવી, શોપિંગ કરવી કે માહિતી શોધવી, યુઝરને માત્ર એક કમાન્ડ આપવાની જરૂર રહેશે. આ રીતે OpenAIનું ‘Atlas’ બ્રાઉઝર ઈન્ટરનેટ સર્ફિંગ અને કાર્ય પદ્ધતિમાં ક્રાંતિકારી ફેરફાર લાવવાનું વચન આપે છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.