HOME

stories

STORIES

google-news

FOLLOW

FOLLOW

JOIN

Israel attacks with AI : ઈઝરાયેલે AIથી હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

Avatar photo
Updated: 27-09-2025, 08.18 AM

Follow us:

ઈઝરાયેલે ગાઝામાં મારામારી અને પેલેસ્ટાઇનીઓના સર્વેલન્સ માટે AI ટેક્નોલોજીનો ઉપયોગ કરતી પોતાની કેટલીક સેવાઓ માઇક્રોસોફ્ટ દ્વારા બંધ કરાવી છે.

માઇક્રોસોફ્ટએ જણાવ્યું કે આ પગલું તેની ક્લાઉડ અને AI સર્વિસિસના નિયમોનું પાલન કરવા માટે લેવામાં આવ્યું છે, કારણ કે ઈઝરાયેલના સુરક્ષા દળો ગાઝામાં માઇક્રોસોફ્ટના એઝ્યોર પ્લેટફોર્મ અને AI પાવર્ડ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહયા હતા.

AI પાવર્ડ માસ સર્વેલન્સ શરૂ કર્યું હતું

અહેવાલો મુજબ, ઈઝરાયેલી યુનિટો પેલેસ્ટાઇની નાગરિકોના ફોન કોલ અને ટેક્સ્ટ મેસેજનું ભાષાંતર અને વિશ્લેષણ કરતા હતા. આ ડેટા યુરોપમાં સ્ટોર થતો હતો. 2021માં માઇક્રોસોફ્ટના ચેરમેન અને CEO સત્ય નડેલાને મળ્યા બાદ આ યુનિટે AI પાવર્ડ માસ સર્વેલન્સ શરૂ કર્યું હતું.

ગાઝામાં આ ટેક્નોલોજીનો ઉપયોગ હમાસના બટાલિયન કમાન્ડર વેલ મત્રિયાને લક્ષ્ય બનાવીને હવાઈ હુમલામાં કરવામાં આવ્યો હતો.

ઈઝરાયેલી સુરક્ષા દળો (IDF) અને શિન બેટની કાર્યવાહી દરમિયાન મત્રિયા ઠાર થયા. આ હુમલામાં બુધવારે ગાઝામાં લગભગ 80 લોકોના મોત થયા, જેમાં 20 મહિલાઓ અને બાળકો સામેલ હતા.

ઈઝરાયેલના દક્ષિણ શહેર આઇલટ પર હુમલો

સાથે સાથે ઈઝરાયેલે હુથી બળવાખોરો પર પણ પ્રહાર કર્યો હતો, જેમાં નવ લોકો માર્યા ગયા અને 22 લોકો ઇજાગ્રસ્ત થયા. હુથીઓએ ડ્રોન મારફતે ઈઝરાયેલના દક્ષિણ શહેર આઇલટ પર હુમલો કર્યો હતો,

જેને ફાઇટર જેટ અને મિસાઇલ વડે જવાબી પગલાં લીધા ગયા. માઇક્રોસોફ્ટે આ પગલાંનો ઉલ્લેખ એ માટે કર્યો કે ઈઝરાયેલની આ કામગીરી કંપનીની નીતિ અને વૈશ્વિક માનદંડોના વિરોધમાં હતી.

આ ઘટનાના પગલે ગાઝામાં અને દક્ષિણ એશિયામાં ટેકનોલોજી અને AIના ઉપયોગને લઈને નવી ચર્ચાઓ શરૂ થઈ છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.