મુંબઈમાંથી સાઇબર ઠગાઈનો એક નવો કેસ સામે આવ્યો છે, જેમાં એક મહિલાને સાઇબર ઠગોએ ચાલાકીથી પોતાની જાળમાં ફસાવી લીધી હતી. મહિલાને ઓનલાઈન ટાસ્કના જાળમાં ફસાવવામાં આવી અને થોડીક રકમ વર્ચુઅલ એકાઉન્ટમાં બતાવવામાં આવી. આ પૈસા કાઢવાના ચક્કરમાં મહિલાએ 7 લાખ રૂપિયા ગુમાવી દીધા.
- શું છે સમગ્ર મામલો?
મહિલાની ઉંમર 26 વર્ષ છે અને તે મુંબઈની રહેવાસી છે. સાઇબર ઠગોએ ખૂબ ચાલાકીથી તેને શિકાર બનાવી. મહિલાએ ઘરે રાખેલું સોનું–ચાંદી પણ ગીરવી રાખી દીધું અને અંતે 7 લાખ રૂપિયાનું નુકસાન થઈ ગયું.
પોલીસે મંગળવારે જણાવ્યું કે મહિલાને પાર્ટ–ટાઈમ જોબની એક એડ જોવા મળી હતી. આ જોબમાં રીલ્સ અને સોશિયલ મીડિયા પોસ્ટ પર ક્લિક કરવાનું હતું, જેનાથી સારી કમાણી થવાની વાત જણાવવામાં આવી હતી.
મહિલાએ સાઇબર ઠગોને સંપર્ક કર્યો. ત્યારબાદ પીડિતાને એક ટેલિગ્રામ ગ્રૂપમાં ઉમેરવામાં આવી. ત્યાં તેને પાર્ટ ટાઈમ જોબ વિશે માહિતી આપવામાં આવી અને શરૂઆતમાં કેટલીક લિંક્સ પર ક્લિક કરવાનું કહેવામાં આવ્યું. પછી મહિલાને મેસેજ મળ્યો કે તેના બેંક એકાઉન્ટમાં રૂપિયા આવી ગયા છે.



Leave a Comment