અદાણી એન્ટરપ્રાઇઝ અને એજ કોનેક્સની જોઈન્ટ વેન્ચર કંપની AdaniConneX અને ગૂગલે વિશાખાપટ્ટનમમાં ભારતના સૌથી મોટા AI ડેટા સેન્ટર કેમ્પસ અને ગ્રીન એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા ભાગીદારીની જાહેરાત કરી છે.
આ પ્રોજેક્ટ માટે 2026 થી 2030 દરમિયાન આશરે 15 અબજ ડોલરનું રોકાણ થશે, જે દેશના સૌથી વધુ માગ ધરાવતા AI વર્કલોડને સપોર્ટ કરશે. વિશાખાપટ્ટનમમાં વિકસાવાનાર આ ગૂગલ AI હબ ગીગાવોટ-સ્કેલ ક્ષમતાવાળું હશે અને તેને ક્લીન એનર્જી તથા સબ-સી કેબલ નેટવર્ક દ્વારા શક્તિ આપવામાં આવશે.
આ પ્રોજેક્ટ AdaniConneX અને એરટેલ સહિતના ઇકોસિસ્ટમ પાર્ટનરો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે.
- રાષ્ટ્ર નિર્માણની દિશામાં મહત્વપૂર્ણ પગલું
અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું કે, આ ઐતિહાસિક ભાગીદારી ભારતના ડિજિટલ ભવિષ્યને નવી દિશા આપશે. તેમણે ઉમેર્યું કે, આ માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નહીં પરંતુ ભારતના ઉદ્ભવતા રાષ્ટ્રમાં રોકાણ છે,
જે રાષ્ટ્ર નિર્માણની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. ગૂગલ ક્લાઉડના CEO થોમસ કુરિયને જણાવ્યું કે, આ AI હબ ભારતના બિઝનેસ, સંશોધકો અને ક્રિએટર્સને વૈશ્વિક સ્તરે નવી તક આપશે. આંધ્ર પ્રદેશમાં આ પ્રોજેક્ટથી હજારો નોકરીઓનું સર્જન થશે અને દેશના ડિજિટલ વિકાસને નવી ગતિ મળશે.



Leave a Comment