HOME

stories

STORIES

google-news

FOLLOW

FOLLOW

JOIN

પેટીએમ યૂઝર્સ માટે નવું ફીચર લોન્ચ, ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી પર મળશે વધુ નિયંત્રણ અને સુવિધાઓ

Avatar photo
Updated: 19-11-2025, 11.05 AM

Follow us:

Paytmએ પોતાના લેટેસ્ટ એપ અપડેટ હેઠળ યૂઝર્સ માટે નવું Hide Payments ફીચર લોન્ચ કર્યું છે, જે યૂઝર્સને તેમની ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી પર વધુ નિયંત્રણ અને પ્લેટફોર્મ પર વધુ સારી પ્રાઈવસી આપી શકે છે.

  • નવા ફીચરની ખાસિયત

આ ફીચર યૂઝર્સને તેમની પસંદગીના કેટલાક ટ્રાન્ઝેક્શનને મુખ્ય ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રીમાંથી હટાવીને એક અલગ અને સુરક્ષિત વિભાગમાં રાખવાની સુવિધા આપે છે, જેથી ડિજિટલ પેમેન્ટ મેનેજમેન્ટ વધારે ખાનગી અને વ્યક્તિગત બને છે. ટ્રાન્ઝેક્શન ન તો ડિલીટ થાય છે અને ન તો તેમાં કોઈ ફેરફાર થાય છે, તે સંપૂર્ણ સુરક્ષિત રહે છે અને જરૂર પડે ત્યારે ક્યારેય પણ ઍક્સેસ કરી શકાય છે. હાલમાં ભારતના ડિજિટલ પેમેન્ટ્સના અગ્રણી પ્લેટફોર્મ Paytm જ એકમાત્ર UPI એપ છે જે આવી સુવિધા આપે છે.

  • કંપની શા માટે આ ફીચર લાવી?

કંપનીના જણાવ્યા મુજબ, આ ફીચર વધતી યૂઝર માંગને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવ્યું છે, કારણ કે ઘણા લોકો શેર કરેલા ડિવાઇસનો ઉપયોગ કરે છે, સંવેદનશીલ ખરીદી કરે છે અથવા તેમની નાણાકીય પ્રવૃત્તિઓને વધુ ખાનગી રાખવા માંગે છે. Paytmનું આ નવું ફીચર યૂઝર્સની આ બદલાતી જરૂરિયાતોને પૂરી પાડવા સાથે પારદર્શિતા અને સુરક્ષાનું સંતુલન જાળવી રાખે છે.

  1. ટ્રાન્ઝેક્શન Hide કરવા માટે શું કરવું?
  2. Paytm એપ ખોલો અને Balance & History સેક્શન પર જાઓ.
  3. જેને હાઇડ કરવું છે તે પેમેન્ટ પર ડાબી તરફ સ્વાઇપ કરો.
  4. દેખાતા વિકલ્પમાં Hide પર ટૅપ કરો.
  5. Yes, Hide Payment પસંદ કરીને પુષ્ટિ કરો.
  6. તમારું પસંદ કરેલું ટ્રાન્ઝેક્શન હવે તમારી હિસ્ટ્રીમાંથી હાઇડ થઈ જશે.
  7. ટ્રાન્ઝેક્શન Unhide કરવા માટે શું કરવું?
  8. Paytm એપ ખોલો અને Balance & History સેક્શન પર જાઓ.
  9. સ્ક્રીનની ઉપર જમણી બાજુના ત્રણ-ડોટ આઇકન પર ટૅપ કરો.
  10. મેન્યુમાંથી View Hidden Payments પસંદ કરો.
  11. તમામ છુપાયેલા ટ્રાન્ઝેક્શન જોવા માટે ફોનનો એક્સેસ PIN દાખલ કરો અથવા બાયોમેટ્રિક વડે વેરિફાઈ કરો.
  12. જે ટ્રાન્ઝેક્શન Unhide કરવું છે, તેના પર ડાબી તરફ સ્વાઇપ કરો અને Unhide પર ટૅપ કરો.
  13. આ ટ્રાન્ઝેક્શન હવે ફરીથી તમારી પેમેન્ટ હિસ્ટ્રીમાં દેખાશે.
  14. માત્ર Paytmમાં જ આ સુવિધા ઉપલબ્ધ

હાલમાં Paytm જ એકમાત્ર UPI એપ છે જે આ પ્રકારની સુવિધા આપે છે અને તેનો ઉદ્દેશ યૂઝર્સને વધુ સારી પ્રાઇવસી સુવિધાઓ આપવાનો છે. આવી સુવિધા દ્વારા Paytmએ નક્કી કરવું છે કે, જો યૂઝર કોઈ ખાસ ખર્ચ, બિલ અથવા અન્ય પેમેન્ટને બેલેન્સ અથવા ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રીમાં દેખાડવા માંગતા ન હોય, તો તેને આ પસંદગી મળી શકે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.