ઉબેરે ભારતમાં તેના ડ્રાઈવરો અને મુસાફરોની સુરક્ષા વધારવા માટે એક મોટું પગલું ભર્યું છે. કંપનીએ એક નવી ઇન-એપ વિડીયો રેકોર્ડિંગ ફીચર લોન્ચ કર્યું છે, જેની મદદથી ડ્રાઈવરો મુસાફરી દરમિયાન વિડીયો રેકોર્ડ કરી શકશે. આ ફીચર ખાસ કરીને એવી પરિસ્થિતિઓમાં મદદરૂપ થશે જ્યાં ડ્રાઈવરોને ખોટી ફરિયાદો અથવા ગેરવર્તણૂકના આરોપોનો સામનો કરવો પડે છે. શરૂઆતમાં, આ ફીચર દેશના 10 શહેરોમાં પાયલોટ તરીકે રજૂ કરવામાં આવ્યું છે.
- શા માટે મહત્વપૂર્ણ છે ફીચર?
ઘણા ઉબેર ડ્રાઇવરોએ જણાવ્યું છે કે તેઓ ઘણીવાર એવી પરિસ્થિતિઓનો સામનો કરે છે જ્યાં કેટલાક મુસાફરો નાની નાની બાબતો પર બિનજરૂરી ફરિયાદો નોંધાવવાની ધમકી આપે છે. આના પરિણામે ડ્રાઇવરોને દંડ ફટકારવામાં આવે છે અને ક્યારેક તેમના એકાઉન્ટ્સ અસ્થાયી રૂપે સસ્પેન્ડ પણ કરવામાં આવે છે. ડ્રાઇવરો કહે છે કે હવે તેમની પાસે વિડીયો રેકોર્ડિંગ દ્વારા પુરાવા હશે, જેથી કોઈપણ વિવાદના કિસ્સામાં તેઓ વહીવટીતંત્ર અથવા કંપની સમક્ષ પોતાનો મુદ્દો સ્પષ્ટ કરી શકે.
- કેવી રીતે કામ કરશે આ ફીચર ?
-જ્યારે ડ્રાઈવર વિડીયો રેકોર્ડિંગ શરૂ કરશે, ત્યારે મુસાફરને તરત જ તેના ફોન પર સૂચના મળશે કે ટ્રીપ રેકોર્ડ થઈ રહી છે.
-વિડીયો રેકોર્ડિંગ ડ્રાઇવરના ફોનમાં સેવ થશે.
-તે ડબલ-એન્ક્રિપ્ટેડ છે એટલે કે કોઈ તેને સીધું જોઈ શકતું નથી, ઉબેર પણ નહીં.
-જો ડ્રાઈવર 7 દિવસની અંદર તેને સલામતી અહેવાલમાં શેર નહીં કરે, તો વિડિઓ આપમેળે કાઢી નાખવામાં આવશે.
-કંપનીનું કહેવું છે કે આ સુવિધા પારદર્શિતા વધારશે અને બંને પક્ષોને સુરક્ષિત અનુભવ કરાવશે.



Leave a Comment