વોટ્સએપ ચેનલ ઓનર્સ માટે એક નવું અને ખૂબ કામનું ટૂલ આવ્યું છે. જેનાથી તેમને તમારા ચેનલ પર નવા ફોલોઅર્સ જોડાય ત્યારે તરત જ એલર્ટ મળશે. આ સુવિધા હાલમાં કેટલાક બીટા ટેસ્ટર્સ માટે શરૂ થઈ ચૂકી છે અને થોડા જ સમયમાં અન્ય યૂઝર્સ માટે પણ રોલઆઉટ થવાની શક્યતા છે. વોટ્સએપ ચેનલ ઓનર્સ માટે આ નવું ટૂલ આવી રહ્યું છે અને અનેક યૂઝર્સ માટે તેનું રોલઆઉટ શરૂ પણ થઈ ગયું છે. ચેનલ ઓનર્સને તેમની ઑડિયન્સ કેવી રીતે વધી રહી છે તેનો સ્પષ્ટ અંદાજ આપવા માટે આ ટૂલ બનાવવામાં આવ્યું છે, જેથી તેમને વારંવાર મેન્યુઅલી તપાસ કરવાની જરૂર ન પડે.
- નોટિફિકેશન સેટિંગ્સમાં 2 પ્રકારની એક્ટિવિટી
હવે ચેનલ એડમિનિસ્ટ્રેટર્સ પાસે એક ખાસ સેકશન ઉપલબ્ધ છે, જ્યાં તેઓ તેમના ચેનલ સંબંધિત એક્ટિવિટીઝ માટેની નોટિફિકેશન સેટિંગ્સ નિયંત્રિત કરી શકે છે. અહીં બે પ્રકારની એક્ટિવિટીઝનો વિકલ્પ મળે છે, ફોલોઅર્સ એક્ટિવિટી અને એડમિન એક્ટિવિટી. wabetainfoની રિપોર્ટમાં તેનો સ્ક્રીનશોટ પણ જોડવામાં આવ્યો છે, જેમાં નવું નોટિફિકેશન ટૅબ સ્પષ્ટ જોવા મળે છે.
- ફોલોઅર્સ એક્ટિવિટી
આ વિકલ્પ હેઠળ નવા ફોલોઅર્સ જોડાયા ત્યારે એલર્ટ મળે છે. સાથે જ, કોઈ પોસ્ટ પર રિએક્શન મળે ત્યારે પણ એલર્ટ મોકલવામાં આવે છે. તે ઉપરાંત, એડમિન એક્ટિવિટી માટે એલર્ટ ત્યારે મળે છે જ્યારે કોઈ બીજુ એડમિન ચેનલ પર નવું અપડેટ શેર કરે અથવા તમારી કોઈ પોસ્ટને ઈમોજી અથવા કમેન્ટથી રિપ્લાય કરે.
- મોટી ચેનલ માટે અલગ સિસ્ટમ
મોટી ચેનલ માટે, વોટ્સએપ માત્ર ત્યારે જ એલર્ટ મોકલે છે જ્યારે કોઈ પોસ્ટને મોટી સંખ્યામાં રિએક્શન મળે છે. આનું કારણ એ છે કે મોટી ચેનલોના ઓનર્સને વધારે નોટિફિકેશનથી હેરાન ન થવું પડે. આ ટૂલ ચેનલ ઓનર્સને તેમની ચેનલની એક્ટિવિટી ટ્રેક કરવામાં અને ઑડિયન્સની એંગેજમેન્ટ સમજવામાં ખૂબ મદદરૂપ સાબિત થશે.
શું-શું ફાયદા થશે
- ચેનલ ઓનર્સ તેમના ચેનલનું મોનીટરીંગ સરળતાથી કરી શકશે.
- વારંવાર ચેનલ પર અલગથી જઈને તપાસ કરવાની જરૂર નહીં પડે.
- ચેનલ ઓનર્સ માટે કન્ટેન્ટ પ્લાનિંગ કરવું સરળ બનશે.
- ચેનલ ઓનર્સ અને ફોલોઅર્સ વચ્ચે સંવાદ અને તાલમેલ સરળ થશે.



Leave a Comment