વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કની એક પોસ્ટ રવિવારે વાયરલ થઈ હતી. તેમણે એક વીડિયો ક્લિપ પણ શેર કરી હતી. ફોટોઝમાંથી વીડિયો બનાવવું એ એક સરળ પ્રક્રિયા બની ગઈ છે. ચાલો જાણીએ તેના વિષે વિગતવાર માહિતી.
- એલોન મસ્કે પોસ્ટમાં શું કહ્યું?
એલોન મસ્કે X પર પોસ્ટ કરી અને લખ્યું હતું કે, “ફોટો પર લોન્ગ-પ્રેસ કરો, પછી તેને વીડિયોમાં કન્વર્ટ કરો. પછી પ્રોમ્પ્ટને તમારી પસંદ મુજબ કસ્ટમાઇઝ કરો.” તેમણે સમજાવ્યું કે, તેમનો પોતાનો પ્રોમ્પ્ટ એક કપલ મપેટ્સમાં કન્વર્ટ કરવાનો હતો.
પોસ્ટમાં ગ્રોકનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી એક શોર્ટ વીડિયો ક્લિપ પણ શામેલ છે. તે એલોન મસ્કની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની, xAIની પ્રોડક્ટ છે. વીડિયોઝને તેમાં ઉમેરાયેલી છબીઓ અને એનિમેશનનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે.
- એલોન મસ્કની વાયરલ પોસ્ટ
- ગ્રોકની નવી સુવિધાની જાહેરાત?
એલોન મસ્ક દ્વારા શેર કરાયેલો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સે ઇમેજ-ટુ-વીડિયો જનરેશન ટૂલ્સનો ઉપયોગ કરીને પોતાની છબીઓ બનાવવાનું શરૂ કર્યું છે. આ સુવિધા ગ્રોકના વિસ્તરતા સર્જનાત્મક ટૂલકીટનો એક ભાગ છે, જેમાં ઘણી નવી સુવિધાઓ શામેલ છે. જેમ કે રાઇટિંગ, ઇમેજ જનરેશન અને રીઅલ-ટાઇમ ડેટા એક્સેસ વગેરે.



Leave a Comment