YouTubeએ કિશોરો માટે એક સમર્પિત મેન્ટલ હેલ્થ અને વેલબીઇન્ગ વીડિયો સેક્સન શરૂ કર્યું છે. આ વિભાગમાં ડિપ્રેશન, ચિંતા, ADHD અને ઈટીંગ ડિસઓર્ડર્સ જેવા વિષયો પર નિષ્ણાતો દ્વારા બનાવેલ કન્ટેન્ટ દર્શાવવામાં આવશે.
કંપનીએ વિશ્વભરની સંસ્થાઓ અને માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતો સાથે સહયોગ કરીને આ સેક્સન માટે કડક માર્ગદર્શિકા બનાવી છે જેથી કિશોરોને અધિકૃત અને ઉપયોગી માહિતી મળશે.
- મેન્ટલ હેલ્થ અને વેલબીઇન્ગ વીડિયો સેક્સન
YouTube એ જાહેરાત કરી છે કે નવો મેન્ટલ હેલ્થ સેક્સન ખાસ કરીને કિશોરો માટે રચાયેલ છે, જ્યાં તેમને અધિકૃત અને વિશ્વસનીય વીડિયોઝ મળશે. આ કન્ટેન્ટ બનાવવા માટે કંપનીએ વિશ્વભરમાં વિવિધ પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે સહયોગ કર્યો છે
જેથી ખાતરી કરી શકાય કે વીડિયોઝ પુરાવા-આધારિત, કિશોર-કેન્દ્રિત અને આકર્ષક છે. આ પહેલ કિશોરોને તેમના માનસિક સ્વાસ્થ્યની જટિલતાઓને સમજવામાં અને ઉકેલો શોધવામાં મદદ કરશે.
- Mind Matters
YouTube એ માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતો અને કન્ટેન્ટ ક્રિએટરો સાથે મળીને Mind Matters નામની સિરીઝ બનાવી છે. આ સિરીઝ ADHD, ડિપ્રેશન અને ચિંતા જેવા માનસિક સ્વાસ્થ્ય વિષયોની ખુલ્લેઆમ ચર્ચા કરે છે. કંપનીએ વીડિયોઝની ગુણવત્તા અને પ્રામાણિકતા સુનિશ્ચિત કરવા માટે ચાઇલ્ડ માઇન્ડ ઇન્સ્ટિટ્યૂટ અને જેડ ફાઉન્ડેશન જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે પણ ભાગીદારી કરી છે.
- જાગૃતિ વીડિયોઝ ઉપલબ્ધ થશે
નવા માનસિક સ્વાસ્થ્ય વિભાગમાં નેશનલ એલાયન્સ ફોર ઈટીંગ ડિસઓર્ડર્સ દ્વારા બનાવવામાં આવેલા વીડિયોઝ પણ શામેલ હશે જેમાં નિષ્ણાતો સંશોધકો અને ઈટીંગ ડિસઓર્ડર્સને અનુભવ કરનારા વ્યક્તિઓની વાર્તાઓ હશે. આ પહેલ કિશોરોને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે જાગૃતિ લાવવા અને તેમના અનુભવો શેર કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે.



Leave a Comment