Thalapathy Vijay Jan Nayagan Update: સાઉથ ઇન્ડિયન સિનેમાના સુપરસ્ટાર થલાપતિ વિજયની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘જન નાયકન’ રિલીઝ પહેલા જ વિવાદમાં ફસાઈ ગઈ છે. 9 જાન્યુઆરીએ રિલીઝ થવાની તૈયારીમાં રહેલી આ ફિલ્મને હજુ સુધી સેન્સર સર્ટિફિકેટ (CBFC) મળ્યું નથી, જેના કારણે તેની રિલીઝ પર અસ્થાયી રોક લાગી છે.
ફિલ્મ માટે અધિકારીઓ તરફથી થતી મોડાશને લઈને થલાપતિ વિજય અને ફિલ્મના નિર્માતાઓએ હવે મદ્રાસ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. ‘જન નાયકન’ને 19 ડિસેમ્બર, 2025ના રોજ સર્ટિફિકેશન માટે સબમિટ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.
₹400 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મનું દિગ્દર્શન જાણીતા ફિલ્મમેકર એચ. વિનોદ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મ એક પોલિટિકલ થ્રિલર હોવાથી તેમાં દર્શાવાયેલા વિષયો કારણે સર્ટિફિકેટમાં વિલંબ થયો હોવાની ચર્ચા છે. કેટલાક અહેવાલો મુજબ, આ ફિલ્મ દ્વારા અભિનેતાની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ખાસ વાત એ છે કે ‘જન નાયકન’ થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મ માનવામાં આવે છે, જે બાદ તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહેવાના છે. આ ફિલ્મ તેલુગુ, હિન્દી, કન્નડ અને મલયાલમ સહિત અનેક ભાષાઓમાં રિલીઝ થવાની છે.
ફિલ્મમાં વિજય સાથે બોબી દેઓલ, પૂજા હેગડે અને મમિતા બૈજુ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. રિલીઝને ફક્ત ત્રણ દિવસ બાકી હોવા છતાં જો સમયસર સેન્સર સર્ટિફિકેટ નહીં મળે, તો ફિલ્મની રિલીઝ વધુ આગળ ધપાવવામાં આવી શકે છે.


Leave a Comment