રોહિત શર્મા પાસેથી વન-ડે ટીમની કેપ્ટનશિપ છીનવાઈ, ઓસ્ટ્રેલિયા સિરીઝ માટે આ ખેલાડી બન્યો કેપ્ટન

ટીમ ઈન્ડિયાએ અમદાવાદમાં વેસ્ટ ઈન્ડીઝ સામે ભવ્ય જીત મેળવી છે. બીજી તરફ બીસીસીઆઈએ ઓસ્ટ્રેલિયા સિરીઝ માટેની વન-ડે અને ટી-20 ટીમની જાહેર કરી છે. શુભમન ગિલને ODIનો કેપ્ટન બનાવ્યો છે. રોહિત શર્મા પાસેથી કેપ્ટન પદ છીનવી લેવાયું છે. આ નિર્ણય 2027ના વન-ડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને લેવાયો છે.
ટીમ ઈન્ડિયા ત્રણ વન-ડે અને પાંચ ટી-20 મેચ રમશે
ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર ત્રણ વન-ડે અને પાંચ T20 મેચ રમશે. આ પ્રવાસને 2027ના વર્લ્ડ કપની તૈયારીઓના ભાગ રૂપે પણ જોવામાં આવી રહ્યો છે. રોહિત શર્મા પહેલાથી જ ટેસ્ટ અને T20માંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે અને હાલમાં ફક્ત વન-ડે ક્રિકેટ રમી રહ્યો છે. આગામી વન-ડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને પસંદગીકારો રોહિત શર્માના ભવિષ્ય તેમજ ટીમના ભવિષ્ય માટે આયોજન કરી રહ્યા છે.
રોહિત-કોહલીની 8 મહિના પછી વાપસી
ટીમ ઈન્ડિયાના બે સિનિયર પ્લેયર્સ રોહિત અને કોહલી હાલમાં ODIની યોજનાઓમાં યથાવત્ છે, પરંતુ તેઓ આઠ મહિનામાં તેમની પ્રથમ કોમ્પિટેટિવ મેચ રમશે. તેમની છેલ્લી મેચ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ હતી જે ભારતે દુબઈમાં રોહિતની કેપ્ટનશિપમાં ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવીને જીતી હતી.
ભારતની વનડે ટીમઃ શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (વાઈસ-કેપ્ટન), અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), નીતીશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણા ધ્રુવ ઝુરેલ, યશસ્વી જયસ્વાલ.
ભારતની ટી-20 ટીમઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, અક્ષર પટેલ, જિતેશ શર્મા (વિકેટકીપર), વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, સંજુ સેમસન, રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદર.