MPમાં ભાજપ નેતાએ મહિલાને ઢોર માર માર્યો, ઘટનાનો CCTV વીડિયો થયો વાયરલ

by

Thenewsdk

Updated: 29-01-2026, 10.31 AM

Follow us:

મધ્ય પ્રદેશના સતના જિલ્લાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં સત્તાધારી પક્ષના એક નેતાની ક્રૂરતા CCTVમાં કેદ થઈ છે. નાગૌદ વિસ્તારમાં ભાજપના મંડળ અધ્યક્ષ પુલકિત ટંડન દ્વારા એક મહિલાને માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રાજ્યભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આરોપ છે કે પુલકિત ટંડને મહિલાના ઘરમાં ઘૂસીને શારીરિક અને માનસિક હિંસા આચરી હતી. વાયરલ થયેલા CCTV દ્રશ્યોમાં સ્પષ્ટ રીતે દેખાય છે કે મહિલા જમીન પર પડી હોવા છતાં આરોપી નેતા બેરહેમીથી તેને મારતો રહ્યો. આ ઘટનાએ મહિલા સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.

પીડિત મહિલાએ પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપી પોતાના રાજકીય પદ અને ઓળખનો રોફ બતાવી લાંબા સમયથી હેરાન કરતો હતો. ઘટનાની રાતે તે અચાનક ઘરના આંગણામાં ઘૂસ્યો, અપશબ્દો બોલ્યા અને ત્યારબાદ હિંસક હુમલો કર્યો. ભારે ભય વચ્ચે મહિલાએ હિંમત કરીને અંતે નાગૌદ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી.

વીડિયો સામે આવ્યા બાદ પોલીસે મામલાની ગંભીરતા ધ્યાનમાં લઈને ભારતીય ન્યાય સંહિતા હેઠળ વિવિધ કલમોમાં ગુનો દાખલ કર્યો છે. ASP પ્રેમલાલ કુર્વેના જણાવ્યા મુજબ, CCTV ફૂટેજ અને પીડિતાના નિવેદનોના આધારે કાયદેસરની કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે.

આ તરફ, ભાજપના જિલ્લા કાર્યાલયે પણ આ મામલે પત્ર જાહેર કરીને આરોપી નેતાને સાત દિવસમાં ખુલાસો આપવા સૂચના આપી છે. ઘટનાને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જીતુ પટવારીએ વીડિયો શેર કરીને ભાજપ સરકાર પર કડક ટીકા કરી છે.

મહિલા સશક્તિકરણ અને સુરક્ષાની વાતો કરતી સરકાર સામે હવે પોતાના જ નેતાના આચરણને લઈને પ્રશ્નો ઊભા થયા છે. આ ઘટનાએ રાજ્યના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.

 

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.