ઘણી ભોજપુરી ફિલ્મોમાં શાનદાર અભિનય કરનાર એક્ટર સુદીપ પાંડેના નિધનના સમાચાર સામે આવ્યા છે. પરિવારના જણાવ્યા મુજબ બુધવારે સવારે 11 વાગ્યે હાર્ટ એટેકના કારણે તેનું અવસાન થયું. થોડા દિવસો પહેલા તે તેની આગામી ફિલ્મના શૂટિંગમાં પણ વ્યસ્ત હતો.
સમસ્યાઓથી ઘેરાયેલો હતો સુદીપ
સુદીપના મૃત્યુ પછી તેના એક મિત્રએ કહ્યું કે તે ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો. મિત્રના મતે, સુદીપનું ફિલ્મી કરિયર સારું ચાલી રહ્યું ન હતું. સુદીપે એક હિન્દી ફિલ્મ ‘વિક્ટર’ બનાવી હતી જેમાં ઘણા પૈસા ગુમાવ્યા હતા. આ સિવાય સુદીપનું લગ્નજીવન પણ ઘણા તણાવમાંથી પસાર થઈ રહ્યું હતું. બિહાર વિધાનસભા ચૂંટણી દરમિયાન, એક્ટર NCPમાં જોડાયા અને તેમને પાર્ટીમાં એક પદ પણ મળ્યું.
ભોજપુરી એક્ટર સુદીપ પાંડે પહેલા મુંબઈના અંધેરીમાં રહેતા હતા પરંતુ આજકાલ તેઓ તલોજામાં રહેવા લાગ્યા છે. તેમનું મૃત્યુ કુદરતી હતું કે મામલો કંઈક બીજો હતો, તે તપાસ બાદ જ ખબર પડશે. હાલમાં પરિવારના સભ્યો કહે છે કે તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું છે.
સુદીપે કરી આ ભોજપુરી ફિલ્મો
સુદીપ પાંડેએ 2007 માં ભોજપુરી ફિલ્મ ‘ભોજપુરિયા ભૈયા’ થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, તેમણે આ ફિલ્મનું નિર્માણ પણ કર્યું હતું. આ સિવાય તેમણે ‘ભોજપુરિયા દરોગા’, ‘મસીહા બાબુ’, ‘હમાર સાંગી બજરંગબલી’ અને ‘હમાર લલકાર’ જેવી ઘણી ફિલ્મો કરી છે.