વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત ટેક કંપની Apple તેના આગામી પ્રોડક્ટ્સને લઇને હંમેશા ભારે ગુપ્તતા જાળવે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી Appleના સુરક્ષા કવચમાં ગાબડાં પડતા નજરે પડી રહ્યા છે. હવે વર્ષોથી ચર્ચામાં રહેલો ફોલ્ડેબલ આઇફોન સંબંધિત વિગતવાર માહિતી લીક થતાં ટેક જગતમાં ખળભળાટ મચી ગયો છે.
🔹 જાણીતા લીકરે ડિઝાઇનનો કર્યો ખુલાસો
જાણીતા ટેક યુટ્યુબર અને લીકર જોન પ્રોસરના જણાવ્યા મુજબ, Appleનો પહેલો ફોલ્ડેબલ iPhone Book-Style ડિઝાઇન સાથે આવી શકે છે. ફોન બંધ હોય ત્યારે તે સામાન્ય આઇફોન જેવો દેખાશે, જ્યારે ખોલતાં જ તે iPad જેવી મોટી સ્ક્રીનમાં બદલાઈ જશે. આ ડિઝાઇન મલ્ટીટાસ્કિંગ અને મલ્ટીમીડિયા માટે ખાસ ઉપયોગી બનશે.
🔹 સ્ક્રીન ક્રીઝની સમસ્યાનો અંત?
હાલના ફોલ્ડેબલ સ્માર્ટફોનમાં સૌથી મોટી સમસ્યા ડિસ્પ્લે પર દેખાતી ક્રીઝ (રેખા) છે. લીક અનુસાર, Apple આ સેગમેન્ટમાં મોડું પ્રવેશવાનું કારણ એ છે કે કંપની એવી ડિસ્પ્લે ટેકનોલોજી વિકસાવી રહી છે જેમાં ક્રીઝ સંપૂર્ણપણે અદ્રશ્ય રહેશે. Apple યુઝર્સને મોટી સ્ક્રીન પર સંપૂર્ણ સીમલેસ અનુભવ આપવા માગે છે.
🔹 લીક પાછળ કાનૂની વિવાદ
આ મામલે એક મોટો કાનૂની વિવાદ પણ સામે આવ્યો છે. Appleએ ફોલ્ડેબલ iPhone સંબંધિત માહિતી લીક કરનાર વ્યક્તિ સામે Trade Secrets ચોરીનો આરોપ લગાવીને કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. કંપનીનું કહેવું છે કે તેના આંતરિક હાર્ડવેર અને સોફ્ટવેર ડિઝાઇન દસ્તાવેજો ગેરકાયદેસર રીતે બહાર આવ્યા છે, જે આ લીકને વધુ વિશ્વસનીય બનાવે છે.
🔹 સપ્ટેમ્બર 2026માં લોન્ચિંગની શક્યતા
ટેક નિષ્ણાતોનું માનવું છે કે Apple તેના ફોલ્ડેબલ iPhoneને Pro અથવા Ultra કેટેગરીમાં લોન્ચ કરી શકે છે. શક્યતા છે કે iPhone 18 Series સાથે સપ્ટેમ્બર 2026માં આ ફોલ્ડેબલ મોડલ રજૂ કરવામાં આવે. જો Apple આ સેગમેન્ટમાં પ્રવેશ કરશે, તો ફોલ્ડેબલ સ્માર્ટફોન ટેકનોલોજી મુખ્ય પ્રવાહમાં આવી શકે છે.
🔹 Appleની એન્ટ્રીથી માર્કેટમાં હલચલ
Samsung અને Google પછી Appleની એન્ટ્રી ફોલ્ડેબલ ફોન માર્કેટને સંપૂર્ણ રીતે બદલી શકે છે. Appleનો ફોલ્ડેબલ iPhone પ્રીમિયમ સેગમેન્ટમાં નવા માપદંડ સ્થાપિત કરશે એવી ટેક વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે.


Leave a Comment