મિસાઇલના અવશેષોને કારણે ઉડાનો પર મૂકાયેલ પ્રતિબંધ હટાવી દેવાયો છે. એરપોર્ટ પ્રશાસને 7 માર્ચથી વિમાનોની અવર-જવર આંશિક રીતે ફરી શરૂ કરી દીધી છે.
એરલાઇનના જણાવ્યા મુજબ, જેમના માટે શનિવારે બપોર પછીની ફ્લાઇટનું બુકિંગ પહેલેથી કન્ફર્મ થયું છે, તે મુસાફરો હવે એરપોર્ટ જઈ શકે છે, પરંતુ એરલાઇન હાલની સ્થિતિ પર સતત નજર રાખતી રહેશે.
ઈરાની મિસાઈલનો કાટમાળ પડ્યો
માહિતી અનુસાર, શનિવારે સવારે દુનિયાના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીના એક દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાની મિસાઈલનો કાટમાળ પડ્યો હતો.
પરિસ્થિતિને પગલે બધી ફ્લાઇટ્સ રોકી દેવામાં આવી હતી. પરિસ્થિતિ સામાન્ય થયા બાદ ફ્લાઇટ્સ ફરી શરૂ થઈ ગઈ છે.


Leave a Comment