સ્પોર્ટ્સ

The Hundred 2025 Final: નીતા અંબાણીની માલિકીની ટીમે ચેમ્પિયનની હેટ્રિક લગાવી

સેમ બિલિંગ્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ઓપનર વિલ જેક્સે 72 રનની વિસ્ફોટક ઇનિંગ રમી. તેણે 41 બોલમાં રમાયેલી આ ઇનિંગમાં 2 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા.  જોર્ડન કોક્સે 28 બોલમાં 40 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી. પહેલા બેટિંગ કરતા ઓવલ ઇન્વિન્સિબલ્સે 168 રન બનાવ્યા હતા.

ટ્રેન્ટ રોકેટ્સની ટીમ માત્ર 142 રન જ બનાવી શકી
169 રનના ટાર્ગેટનો પીછો કરતાં ટ્રેન્ટ રોકેટ્સ માત્ર 142 રન બનાવી શકી હતી. માર્કસ સ્ટોઈનિસે 38 બોલમાં 5 સિક્સ અને 4 ફોરની મદદથી અણનમ 64 રન બનાવ્યા હતા. પરંતુ ટીમને આ ફિફ્ટી જીત અપાવી શકી નહોતી.

ઓવલ ઇન્વિન્સિબલે સતત ત્રીજી વખત ટાઇટલ જીત્યું
આ ધ હંડ્રેડ ટુર્નામેન્ટની પાંચમી આવૃત્તિ હતી. આ સતત ત્રીજી વખત છે જ્યારે ઓવલ ઇન્વિન્સિબલ્સ ચેમ્પિયન બન્યા છે. આ ટીમે 2023માં માન્ચેસ્ટર ઓરિજિનલ્સને અને 2024માં સધર્ન બ્રેવને હરાવીને ટાઇટલ જીત્યું હતું. આ પહેલા ટ્રેન્ટ રોકેટ્સ પણ એક વખત ટાઇટલ જીતી ચૂક્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button