લ્યો બોલો: ખેલાડીએ સિક્સ ફટકારી છતાં અમ્પાયરે આઉટ આપ્યો

ક્રિકેટમાં કહેવાય છે કે, ખેલ ત્યાં સુધી ખતમ નથી થતો, જ્યાં સુધી છેલ્લો બોલ ન ફેંકાય. બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી પહેલી T20 મેચમાં આ કહેવત સાચી સાબિત થઈ. એક એવી ઘટના બની કે ચાહકોને આશ્ચર્યમાં મુકી દીધી બેટ્સમેન તાસ્કિન અહેમદે છગ્ગો ફટકાર્યા પછી પોતાની જ વિકેટ ગુમાવી દીધી હતી.
- વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરતાં 165 રનનો ટાર્ગેટ આપ્યો હતો
27 ઓક્ટોબરે ચટ્ટોગ્રામમાં રમાયેલી T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરતાં 165 રનનો ટાર્ગેટ આપ્યો હતો. બાંગ્લાદેશની શરૂઆત નબળી રહી અને એક પછી એક વિકેટ ખોવાતી ગઈ.
18મી ઓવરમાં ટીમ નવ વિકેટ ગુમાવી ચૂકી હતી અને ક્રીઝ પર માત્ર તાસ્કિન અહેમદ અને મુસ્તફિઝુર રહેમાન બચ્યા હતા. 19મી ઓવરના અંતે સ્કોર હતો 146 રન એટલે કે જીત માટે છેલ્લી ઓવરમાં 20 રનની જરૂર.
- નાટકીય છેલ્લી ઓવર
રોમારિયો શેફર્ડ બોલિંગ પર આવ્યો હતો. પહેલા ત્રણ બોલમાં બાંગ્લાદેશને ફક્ત ત્રણ રન મળ્યા, જેમાં એક વાઈડનો સમાવેશ હતો. હવે બાંકી રહ્યા ત્રણ બોલ અને 17 રન.
એટલે ત્રણ સતત છગ્ગાની જરૂર! ચોથો બોલ આવ્યો, તાસ્કિન અહેમદે બેકફૂટ પર જઈને જોરદાર સિક્સ ફટકારી હતી. સ્ટેડિયમમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી.



