દેશ-વિદેશમારું ગુજરાત
સાબરમતી જનસાધારણ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, પંકી સ્ટેશનથી ભાઈપુર જઈ રહી હતી ટ્રેન

યુપીના કાનપુરમાં સાબરમતી જનસાધારણ એક્સપ્રેસ (ટ્રેન નંબર 15269) પાટા પરથી ઉતરી ગઈ. આ ઘટના ત્યારે બની જ્યારે ટ્રેન પંકી સ્ટેશનથી ભાઉપુર તરફ જઈ રહી હતી.
મુસાફરોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા
રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને મુસાફરોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. ટ્રેનના કોચને પાટા પર પાછા લાવવા અને રૂટને સામાન્ય બનાવવા માટે ટેકનિકલ ટીમોને ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે.
અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી
રેલવે (NCR) ના PRO અમિત કુમાર સિંહે જણાવ્યું છે કે 2 જનરલ કોચ પાટા પરથી ઉતરી ગયા છે અને અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. રેલવેએ પીડિતોના સંબંધીઓ માટે એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે.