OpenAI Launch New ChatGPT Version: OpenAIએ લોન્ચ કર્યું પહેલાથી વધુ પાવરફૂલ GPT-5, સેમ ઓલ્ટમેને કહ્યું, ‘કોઈ નિષ્ણાતથી ઓછું નથી’

OpenAI દ્વારા GPT-5 લોન્ચ કરવામાં આવ્યું છે. એમાં PhD લેવલના ઇન્ટેલિજન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. ChatGPTના દરેક યુઝર્સ અને ડેવલપર્સ આ નવા મોડલનો ઉપયોગ કરી શકશે.
OpenAIના સીઈઓ સેમ ઓલ્ટમેન મુજબ, અગાઉના વર્ઝન કરતા નવા વર્ઝનના પર્ફોર્મન્સમાં ખૂબ જ વધારો કરવામાં આવ્યો છે.
આઇફોન જ્યારે પહેલી વાર રેટિના ડિસ્પ્લે સાથે આવ્યો હતો ત્યાર બાદ અન્ય ડિસ્પ્લે કોઈને પસંદ નહોતી આવી રહી. ChatGPTના નવા વર્ઝનને સેમ ઓલ્ટમેન દ્વારા એની સાથે જ સરખાવી છે.
PhD લેવલનું ઇન્ટેલિજન્સ
ChatGPTનું નવું વર્ઝન ખૂબ જ સ્માર્ટ, ઝડપી અને ઓછી ભૂલ કરનારું છે. આ વિશે સેમ ઓલ્ટમેન કહ્યું, ‘GPT-3 સાથે વાત કરતા હોય ત્યારે લાગ્યું હશે કે હાઇ સ્કૂલના બાળક સાથે વાત કરી રહ્યા છે.
GPT-4 સાથે વાત કરતા લાગ્યું હશે કે કોલેજ સ્ટુડન્ટ સાથે વાત કરી રહ્યા છે. જોકે GPT-5 સાથે વાત કરતા તમને લાગશે કે PhD લેવલના એક્સપર્ટ સાથે કામ કરી રહ્યા છીએ.’
ChatGPT અન્ય ઘણાં ટાસ્કમાં ખૂબ જ માહેર
ChatGPTના અઠવાડિયાના 700 મિલિયન એક્ટિવ યુઝર્સ છે. આમ છતાં OpenAI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયામાં ટોચનું મોડલ નથી બની શક્યું. આથી હવે નવા વર્ઝનને કારણે OpenAIને આશા છે કે તે ટોચના સ્થાને આવી શકે છે.
સેમ ઓલ્ટમેનનું કહેવું છે કે કોડિંગ, રાઇટિંગ અને હેલ્થકેરમાં ChatGPTનું નવું વર્ઝન દુનિયાનું શ્રેષ્ઠ વર્ઝન છે. સામાન્ય ટાસ્ક કરવાની સાથે આ ChatGPT અન્ય પણ ઘણાં ટાસ્કમાં ખૂબ જ માહેર બની ગયું છે.
દરેક યુઝર માટે એક જ વર્ઝન
ChatGPTના અગાઉના વર્ઝનમાં અલગ-અલગ મોડલ લોન્ચ કરવામાં આવ્યા હતા. જોકે આ નવું વર્ઝન સ્ટાન્ડર્ડ વર્ઝન અથવા તો રિઝનિંગ મોડલ જેવું કંઈ નથી. દરેક યુઝર માટે એક જ વર્ઝન આપવામાં આવ્યું છે. જોકે યુઝર્સ તેના સવાલ અનુસાર હવે જવાબ મેળવશે.
ઉદાહરણ તરીકે કોમ્પ્લેક્સ સવાલ કરવામાં આવ્યો હોય અથવા તો વધુ વિચારવાનું કહેવામાં આવ્યું હોય તો આ મોડલ ઓટોમેટિક રિઝનિંગ મોડલની જેમ કામ કરશે. મોટાભાગના યુઝર્સ એક જ મોડલનો ઉપયોગ કરે છે તેઓ મોડલને બદલતા નથી.
આથી ChatGPT દ્વારા યુઝર્સની સુવિધા માટે હવે એક જ મોડલ બનાવવામાં આવ્યું છે અને સવાલ અનુસાર મોડલ પોતાની રીતે કામ કરી લેશે.
ફ્રી યુઝર્સ માટે લિમિટ
OpenAI દ્વારા ChatGPTનું નવું વર્ઝન દરેક યુઝર્સ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. જોકે ફ્રી યુઝર્સ માટે લિમિટ નક્કી કરવામાં આવી છે,
પરંતુ એ શું છે એને જાહેર કરવામાં નથી આવ્યું. એક વાર આ લિમિટ પૂરી થઈ જતાં ફ્રી યુઝર્સ મિનિ મોડલનો ઉપયોગ કરી શકશે. જોકે એ ઓટોમેટિક બદલાવ થશે. યુઝરે કંઈ કરવાની જરૂર નથી.
GPT-5ના APIનો ઉપયોગ કરનાર ડેવલપર્સ માટે આ વર્ઝન ત્રણ રીતે રજૂ કરવામાં આવ્યું છે: GPT-5, GPT-5 મિનિ અને GPT-5 નેનો, એમ દરેક માટે અલગ-અલગ કિંમત રાખવામાં આવી છે.