T20 વર્લ્ડ કપ 2026 માટે આ બે નવી ટીમે કર્યું ક્વોલિફાય, હવે માત્ર એક જ ટીમ બાકી

નેપાળ અને ઓમાન બંને ટીમોએ એશિયા એન્ડ એશિયા પેસિફિક ક્વોલિફાયર દ્વારા આગામી ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2025 માટે સફળતાપૂર્વક ક્વોલિફાય કરી લીધું છે. આ મેગા ઈવેન્ટ ભારત અને શ્રીલંકામાં યોજાવાની છે. નેપાળ માટે આ સિદ્ધિ વધુ ખાસ છે, કારણ કે તેણે સતત બીજી વખત T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું છે.
- ક્વોલિફિકેશન કેવી રીતે નિશ્ચિત થયું?
આઈસીસી (ICC) દ્વારા ઓમાન અને નેપાળના ક્વોલિફિકેશનની પુષ્ટિ સુપર સિક્સ મેચો પહેલા જ કરવામાં આવી છે. સમોઆ સામે UAEની જીત અને ગુરુવારે જાપાન સામેની તેની ટક્કરના પરિણામોને ધ્યાનમાં રાખીને, હવે ગણિત મુજબ ઓમાન અને નેપાળ ટોપ થ્રીમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરશે તે નક્કી થઈ ચૂક્યું છે.
- કતાર સામે નેપાળે અંતિમ બોલે રોમાંચક વિજય મેળવ્યો હતો
નેપાળની ટીમે અત્યાર સુધી ગ્રુપ સ્ટેજમાં પોતાની દરેક મેચ જીતીને પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે. યુએઈ અને કતાર સામે નેપાળે અંતિમ બોલે રોમાંચક વિજય મેળવ્યો હતો. યુએઈ સામેની મેચમાં દીપેન્દ્ર સિંહ એરીએ છેલ્લા બોલે છગ્ગો ફટકારીને ટીમને જીત અપાવી હતી, જે તેના શાનદાર પ્રદર્શનનો પુરાવો છે.