લાઇવ કોન્સર્ટ દરમિયાન બોલીવુડ ગાયિકા મોનાલી ઠાકુરની તબિયત બગડતા તેઓને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેમની સારવાર ચાલી રહી છે. બોલીવુડ ગાયિકા મોનાલી ઠાકુર મામલે હજુ કોઇ હેલ્થ બુલેટિન રજૂ કરવામાં આવ્યુ નથી. લાઇવ કોન્સર્ટ દરમિયાન મોનાલી ઠાકુરને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. જેને ધ્યાનમાં રાખીને તેમની સારવાર તુરંત શરૂ કરવામાં આવી હતી.
ગાયિકા મોનાલી ઠાકુરની બગડી તબિયત
લાઇવ કોન્સર્ટ દરમિયાન પર્ફોમ્સ આપતા મોનાલી ઠાકુરે શ્વાન લેવામા તકલીફ પડતા હોવાનુ જણાવ્યુ હતુ. જે બાદ તેને તબીબી સારવાર આપવામાં આવી હતી. આ અગાઉ જ્યારે મોનાલી ઠાકુર વારાણસીમાં લાઇવ કોન્સર્ટમાં પર્ફોમ કરી રહ્યા હતા ત્યારે યોગ્ય વ્યવસ્થા ન હોવાથી તેઓએ પોતાનો શા અડધામાં જ છોડ્યો હતો. બોલીવુડ ગાયિકા મોનાલી ઠાકુરે સ્ટેજ પર જ આયોજકોને ખખડાવ્યા હતા. અને પ્રાથમિક સુવિધાઓની યોગ્ય વ્સવસ્થા ન હોવાના કારણે ચાહકોની માફી માગી હતી. અને પોતાનો લાઇવ કોન્સર્ટ અધવચ્ચે જ સમાપ્ત કર્યો હતો.
ગાયક કે.કેની પણ કોન્સર્ટ દરમિયાન બગડી હતી તબિયત
આ અગાઉ પણ બેંગલુરુમાં લાઇવ કોન્સર્ટ દરમિયાન બોલીવુડ ગાયક કે.કેની તબિયત લથડી હતી. કેકેએ પણ શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાનુ જણાવ્યુ હતુ. જે બાદ તેમને હૉસ્પિટલ ખસેડાયા હતા. પરંતુ ત્યાં ગાયક કેકેનું મૃત્યુ થયુ હતુ. આવા લાઇવ કોન્સર્ટમાં મર્યાદા કરતા વધુ લોકો, પ્રાથમિક જરુરીયાતની વસ્તુઓ, હવા-ઉજાસ અને સાથે જ કલાકારોનું સ્વાસ્થય વધુ મહત્વની બાબતો છે. જો આ પ્રાથમિક બાબતો ધ્યાન બહાર રહે તો મોટી દુર્ઘટના પણ સર્જાઇ શકે છે.
મોનાલી ઠાકુરના પ્રખ્યાત ગીત
બોલીવુડ ગાયિકા મોનાલી ઠાકુરે ફિલ્મ જોર લગા કે હૈય શામાં “સવાર લુ” ગીત ગાયુ છે. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત રેસ ફિલ્મના “ખ્વાબ દેખે ઝુટે મુટે” ગીતથી કરી હતી. તેણે એક રિયાલીટી શોમાં ભાગ લીધો હતો. જ્યાં તેણે પોતાના સુર રેલાવીને જજને ઇમ્પ્રેસ કર્યા હતા. દશક કરતા વધુ સમય મોનાલી ઠાકુરે બોલીવુડમાં વિતાવ્યો છે. ફિલ્મી અવોર્ડની સાથે મોનાલીએ રાષ્ટ્રીય પુરસ્કાર પણ પ્રાપ્ત કર્યો છે.
લાઇવ કોન્સર્ટ દરમિયાન તબિયત બગડતા મોનાલી ઠાકુરને નજીકના ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પરંતુ હજુ સુધી સોશિયલ મીડિયા પર કોઇ હેલ્થ બુલેટિન રજુ કરવામાં આવ્યુ નથી.
Source link