9મી નવેમ્બર એટલે જૂનાગઢનો આઝાદી દિવસ. આ દિવસ માટે જૂનાગઢની પ્રજાએ અનેક લડાઈઓ લડી હતી. તેમાંય ખાસ કરીને સરદાર વલ્લભભાઈ પટેલની કુશળતા અને જોમ-જુસ્સાથી આરઝી હકુમત સેના સામે નવાબ પરાસ્ત થતા તેને કરાચી ભાગી જવા મજબૂર થવું પડયું હતું. ભારતની આઝાદીના આશરે 87 દિવસ બાદ જૂનાગઢમાં સ્વત્રંત્ર ભારતનો તિરંગો લહેરાયો હતો.
જૂનાગઢની આઝાદીની આખી લડતની વાત કરીએ તો 15 ઓગસ્ટ 1947ના દિવસે ભારત આઝાદ થયું ત્યારે ભારતના ત્રણ અંગ હૈદરાબાદ, કાશ્મીર અને જૂનાગઢમાં નવાબોનું શાસન હતું. તેમણે સ્વતંત્ર ભારતમાં સામેલ થવાનો ઇન્કાર કર્યો હતો. તેમાંય ખાસ કરીને આઝાદી સમયે અંગ્રેજોના બનાવેલા ઇન્ડીયન ઈન્ડીપેન્ડન્સ એકટ 1974ની જોગવાઈ મુજબ બે વિકલ્પ આપ્યા હતા. જેમાં એક કાં તો ભારતમાં રહો અથવા પાકિસ્તાનમાં. બીજો વિકલ્પ હતો અલગ સ્વતંત્ર રાજ્ય બનાવીને રહો. ત્યારે જૂનાગઢના નવાબ મહોમદ મહાબતખાને દીવાન ભુટ્ટોની વાતોમાં આવીને આનો દુરુપયોગ કર્યો અને જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવી દેવાની જાહેરાત કરી હતી. જેની જાણ સરદાર વલ્લભભાઈ પટેલ. જવાહરલાલ નહેરુ અને વી.પી.મેનનને થઈ હતી. ત્યારે સરદારે નવાબ પર આક્રમણ કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો, પરંતુ લોર્ડ માઉન્ટબેટન રાજી થયા ન હતા. આરઝી હકુમતની રચના કર્યા બાદ આરઝી હકૂમતે સૌથી પહેલું કામ લશ્કર અને શસ્ત્ર્રોના પ્રબંધ કરવાનું કર્યું હતું. આ સેનાનું નામ આઝાદ જૂનાગઢ ફેજ રાખવામાં આવ્યું હતું. સૈનિકોએ 24 ઓક્ટોમ્બર 1947 દિવસે અમરાપુર પર કબજો કર્યો હતો અને અનેક ગામ સર કર્યા હતા. અંતે આરઝી હકુમતની લડાઈ સામે 24 ઓક્ટોબર 1947ના દિવસે નવાબ પોતાના કુટુંબીજનો અને ડોકટરો સાથે કેશોદ એરપોર્ટ ખાતેથી કરાચી ભાગી જવા મજબુર બન્યો હતો. ત્યાર બાદ 9 નવેમ્બર 1947ની સાંજે હિન્દી સંઘના સૈન્ય મજેવડી દરવાજામાં પ્રવેશી હતી અને ઉપરકોટ પર ભારતનો તિરંગો લહેરાવ્યો હતો.
અને સરદાર વલ્લભભાઇ પટેલે કહ્યું કે, જૂનાગઢ એ કોઈના બાપની જાગીર નથી જૂનાગઢનો ભારત સંઘે કબજો લીધા પછી ચોથા દિવસે સરદાર પટેલ તા.13-11-1947ના રોજ જૂનાગઢ કેશોદના એરપોર્ટ ઉપર પ્લેનમાંથી ઊતરી ખાસ શણગારેલી ટ્રેનમાં જૂનાગઢ આવ્યા. સરદારે કહ્યું કે, જૂનાગઢ રાજ્ય કાંઈ કોઈના બાપની જાગીર નથી. જનતાના હક્કો વેચી દેવાનો નવાબને હક્ક નથી.
Source link