ભારતમાં વધી રહેલા સ્પામ કોલ્સ અને ફર્જી મેસેજ સામે સરકાર ફરી એક વખત કડક એક્શન પર આવી છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ છેલ્લા બે મહિનામાં કુલ 318 ટેલિમાર્કેટર્સને બ્લેકલિસ્ટ કર્યા છે. યુઝર્સ દ્વારા DND અને સંચાર સાથી એપ પર મોટા પ્રમાણમાં મળતી ફરિયાદોના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.
✓ સ્પામ કોલ્સ સામે મોટું પગલું
સ્પામ અને માર્કેટિંગ કોલ્સને રોકવા TRAI સતત પગલા લઈ રહ્યું છે. DLT (Distributed Ledger Technology) સિસ્ટમ ફરજિયાત કર્યા બાદ ફર્જી કંપનીઓની ઓળખ સરળ બની છે. સપ્ટેમ્બરમાં 3.12 લાખ ફરિયાદો નોંધાઈ હતી, જે ઓક્ટોબરમાં ઘટીને 2.16 લાખ રહી ગઈ છે — જે નોંધપાત્ર સુધારો છે.
✓ 21 લાખ ફર્જી મોબાઇલ નંબર બ્લોક
TRAIના રિપોર્ટ મુજબ છેલ્લા એક વર્ષમાં 21 લાખ ફેક મોબાઇલ નંબરને બ્લોક કરવામાં આવ્યા છે, જેનો ઉપયોગ સ્કેમ કોલ્સ અને મેસેજ માટે થતો હતો. સાથે જ રિપોર્ટમાં ભારતના મોબાઇલ યુઝર્સની સંખ્યા 1.1 અબજ સુધી પહોંચી હોવાનું પણ જણાવાયું છે.
✓ DND અને સંચાર સાથી એપથી ફરિયાદ સરળ
યૂઝર્સ હવે TRAIની DND એપ અથવા ટેલિકોમ વિભાગની Sanchaar Saathi એપ મારફતે ફર્જી કોલ્સ, મેસેજ અથવા અનરજિસ્ટર્ડ ટેલિમાર્કેટર્સ સામે તરત જ ફરિયાદ કરી શકે છે. આ ફરિયાદોના આધારે સંબંધિત નંબર, SIM કાર્ડ અને કંપનીઓ પર તુરંત કાર્યવાહી થાય છે.
સરકારના આ પગલાને કારણે સ્પામ કોલ્સમાં ઘટાડો થયો છે અને મોબાઇલ યુઝર્સ માટે સુરક્ષા વધતી જોવા મળી રહી છે.


Leave a Comment