Travel Tips : જો તમે પણ કોલ્ડપ્લે કોન્સર્ટમાં આવી રહ્યા છો, આ ફેમસ સ્થળો પર ચકકર જરુર મારજો
મુંબઈમાં ધૂમ મચાવ્યા બાદ હવે બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લે અમદાવાદમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે, જેના માટે જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. આ કોન્સર્ટ 25 અને 26 જાન્યુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવા જઈ રહ્યો છે. શહેરમાં 3800 પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
આ ઈવેન્ટ માટે મોટી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, આ સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે, જેમાં 1 લાખથી વધુ લોકો લોકો બેસી શકે છે. જો તમે પણ આ કોન્સર્ટમાં આવી રહ્યા છો. તેમજ તો તમારી પાસે સમય છે.
તો અમદાવાદના અમે કેટલાક એવા સ્થળો વિશે જણાવીશું, જ્યાં તમે ફરવાની સાથે ફુડ અને શોપિંગનો પણ લાભ લઈ શકો છો. તો ચાલો જાણીએ ક્યાં ક્યા સ્થળો શોપિંગ અને ફુડ માટે બેસ્ટ રહેશે.
તમને જણાવી દઈએ કે, કોન્સર્ટનો સમય સાંજે 5:30 થી 10 વાગ્યા સુધીનો રહેશે,માણેક ચોક રાત્રિ ખાણી-પીણી બજાર મોંમાં પાણી લાવનારા સ્ટ્રીટ ફૂડનો સ્વાદ માણો, તેમજ લો ગાર્ડનમાં શોપિંગ કરો અને રાનીના હજીરામાં આભુષણોની ખરીદી કરી શકો છો.
માણેકચોક આજે અમદાવાદ જ નહીં પણ ગુજરાતની શાન છે.માણેક ચોકમાં બોલિવુડ થી લઈ ક્રિકેટરો પણ રાત્રીના માણેકચોકની ખાણીપીણીમાં જમવાની મજા ચુકતા નથી તેમજ મોટી સંખ્યામાં લોકો ફુડનો ટેસ્ટ કરવા માટે આવતા હોય છે.
જો તમારે લગ્નની ખરીદી કે પછી ટ્રેડિશનલ કપડાંની ખરીદી કરવી છે, તો અહીની મુલાકાત જરુર લેજો.કારણકે દેશ-વિદેશથી આવતા NRI પણ ખાસ રાણીના હજીરામાં ખરીદી કરવા આવે અને રાત્રીના માણેકચોકની ખાણીપીણીમાં જમવાની મજા ચુકતા નથી.
લો ગાર્ડનનું નામ સામે આવતા જ છોકરીઓના ચેહરા પર ખુશી જોવા મળે છે. શનિ-રવિની રજાઓમાં અહી ખુબ જ ભીડ જોવા મળે છે. અહિ કપડા,ચંપલથી લઈ ચણિયાચોળીની પણ તમે ખરીદી કરી શકો છો.અમદાવાદના લૉ ગાર્ડન વિસ્તારમાં ખરીદી માટે ભારે ધસારો જોવા મળતો હોય છે.
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
Source link