પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને ઈરાન દ્વારા મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગમાંથી સપ્લાયમાં વિક્ષેપ સર્જાતા ભારતમાં LPG ગેસની અછત અંગે ચર્ચા ચાલી રહી છે. આ વચ્ચે ઝાંસીમાંથી ગેસ સિલિન્ડર ભરેલા ટ્રકની ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ટ્રકમાંથી સૈંકડો ભરેલા LPG સિલિન્ડર ગાયબ થતાં પોલીસ અને વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.
524 LPG સિલિન્ડર ભરેલા ટ્રકમાંથી ચોરી
પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રકમાં લગભગ 524 ભરેલા LPG સિલિન્ડર હતા, જેની અંદાજિત કિંમત લગભગ 18 લાખ રૂપિયા હોવાનું માનવામાં આવે છે. આ ઘટના સિપ્રી બજાર પોલિસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. ટ્રક માલિક દ્વારા નોંધાવાયેલી ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. પોલીસ નજીકના વિસ્તારોમાં તપાસ ચલાવી રહી છે અને CCTV ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે.
પ્લાન્ટમાંથી સિલિન્ડર લોડ થયા બાદ ઘટના
ટ્રક માલિક નીરજ અગ્રવાલના જણાવ્યા મુજબ તેમનો ટ્રક નંબર UP-93-BT-3341 ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના પ્લાન્ટ સાથે જોડાયેલ છે. 2 માર્ચના રોજ કરારી ઝાંસી ખાતે આવેલા પ્લાન્ટમાંથી ટ્રકમાં કુલ 524 LPG સિલિન્ડર લોડ કરવામાં આવ્યા હતા. આ સિલિન્ડર ગજનેર કાનપુર દેહાત મોકલવાના હતા. પરંતુ હોળીના તહેવારને કારણે ટ્રક ડ્રાઈવર રાજકુમારે ટ્રકને પ્લાન્ટની બહાર પાર્ક કરીને પોતાના ઘરે જવાનો નિર્ણય કર્યો હતો.


Leave a Comment