મહીસાગર નદીના પાણીમાં ન્હાવા પડેલા બે મિત્રો ડૂબ્યા ; એક યુવાનનું કરુણ મોત, એકનો આબાદ બચાવ

by

Thenewsdk

Updated: 03-03-2026, 03.21 PM

Follow us:

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના લીંબડીયા ગામના બે મિત્રો બપોરના સમયે હાડોડ ગામ પાસે આવેલા નદીના જૂના બ્રિજ નીચે ન્હાવા માટે આવ્યા હતા. નદીમાં સ્નાન કરવા ઉતરેલા આ બંને યુવાનો પાણીના પ્રવાહના વહેણ અને ઊંડાણનો અંદાજ મેળવી શક્યા નહોતા અને જોતજોતામાં પાણીમાં તણાવા લાગ્યા હતા.

કલાકોની શોધખોળ બાદ મળ્યો મૃતદેહ
ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહેમત ઉઠાવીને બે પૈકીના એક યુવાનને હેમખેમ બહાર કાઢી લીધો હતો, પરંતુ બીજો યુવાન ઊંડા પાણીમાં લાપતા થઈ ગયો હતો. ઘટનાની જાણકારી મળતા જ લુણાવાડા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યુ સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરો અને તરવૈયાઓએ કલાકો સુધી નદીના પાણીમાં શોધખોળ હાથ ધરી હતી, જેના અંતે લાપતા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.

મૃતક અને બચી જનારની ઓળખ
લુણાવાડા મામલતદાર કચેરી પાસેથી મળતી સત્તાવાર માહિતી મુજબ, આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર યુવાનનું નામ સુરેશભાઈ સબૂરભાઈ ચામઠા (ઉંમર આશરે 27 થી 28 વર્ષ) છે. જ્યારે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવેલા યુવાનનું નામ અજયભાઈ મોંઘીભાઈ ચામઠા છે. આ બંને યુવાનો લીંબડીયા ગામના વતની હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે લુણાવાડા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે અને અકસ્માતે મોતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.