સ્પોર્ટ્સ

Two players injured : એશિયા કપ ફાઇનલ પહેલાં ભારતની ચિંતા વધી: હાર્દિક પંડ્યા અને અભિષેક શર્મા ઇજાગ્રસ્ત

એશિયા કપના ફાઇનલ પહેલાં ટીમ ઈન્ડિયા માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. શ્રીલંકા સામેની મેચ દરમિયાન ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને ઓપનર અભિષેક શર્મા બંનેને ઈન્જરીનો સામનો કરવો પડ્યો હતો.

પગમાં સ્ટ્રેચ થયો અને મેદાન છોડવું પડ્યું

હાર્દિક પંડ્યાએ પોતાની પહેલી ઓવરમાં જ કુસલ મેન્ડિસનું વિકેટ લઈને ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી, પરંતુ ઓવર પૂરી થયા બાદ તેમને પગમાં સ્ટ્રેચ થયો અને મેદાન છોડવું પડ્યું. તેઓ ફરી રમવા ન આવી શક્યા.

બોલિંગ કોચ મોર્કેલે સ્પષ્ટ કર્યું કે પંડ્યાને દુબઈની ભેજવાળી પરિસ્થિતિને કારણે તકલીફ થઈ હતી અને કોઈ ગંભીર ઈજા નથી. તેમ છતાં, ફાઇનલમાં તેમની ઉપલબ્ધતા અંગેનો નિર્ણય ફિટનેસ ટેસ્ટ બાદ લેવાશે.

107 રનની ઇનિંગથી 202 રન બનાવ્યા

અભિષેક શર્મા, જેમણે સતત ત્રીજી ફિફ્ટી ફટકારી, તેમને પણ મેચ દરમિયાન સ્ટ્રેચ થયો હતો. શ્રીલંકાની ઇનિંગ દરમિયાન તેઓને આરામ અપાવીને એક વધારાનો ફિલ્ડર મુકાયો હતો. શુક્રવારની જબરદસ્ત ટક્કર બાદ મેચ સુપર ઓવરમાં પહોંચી હતી.

શ્રીલંકાએ નિશાંકાના 107 રનની ઇનિંગથી 202 રન બનાવ્યા, પરંતુ સુપર ઓવરમાં ફક્ત 2 રન જ કરી શકતા ભારત સામે હારી ગયું. ફાઇનલ પહેલા હાર્દિક અને અભિષેકની ફિટનેસ ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટી ચિંતા બની ગઈ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button