U19 એશિયા કપ માટે ભારતની ટીમ તૈયારમાં: પાકિસ્તાન સહિત ત્રણ ગ્રુપ મેચો નિર્ધારિત

by

Thenewsdk

Updated: 12-12-2025, 01.51 PM

Follow us:

U19 Asia Cup 2024 News: દુબઈમાં શરૂ થનારા અન્ડર-19 એશિયા કપ માટે ભારતે પોતાની સંપૂર્ણ ટીમ અને સ્ટેન્ડબાય ખેલાડીઓની યાદી જાહેર કરી છે. સ્ક્વોડમાં પટેલ, નમન પુષ્પક, ડી. દીપેશ, હેનિલ પટેલ, કિશન કુમાર સિંહ (ફિટનેસ આધિન), ઉધવ મોહન અને એરોન જ્યોર્જ સહિતના ખેલાડીઓને સ્થાન મળ્યું છે. સ્ટેન્ડબાયમાં રાહુલ કુમાર, જે હેમચૂડેશન, બીકે કિશોર અને આદિત્ય રાવતનો સમાવેશ થયો છે.

ટીમ ઈન્ડિયાના ગ્રુપ મુકાબલા 12 ડિસેમ્બરથી શરૂ થશે. પ્રથમ મેચ UAE સામે ICC અકાડેમીમાં રમાશે. 14 ડિસેમ્બરે ભારત પાકિસ્તાન સામે ટકરાશે જ્યારે 16 ડિસેમ્બરે મલેશિયા સામે ‘ધ સેવન્સ’ સ્ટેડિયમ, દુબઈ ખાતે મેચ યોજાશે.

ટુર્નામેન્ટના નૉકઆઉટ મેચો 19 ડિસેમ્બરે યોજાશે જેમાં પ્રથમ સેમિફાઈનલ A1 vs B2 ICC અકાડેમીમાં અને બીજા સેમિફાઈનલ B1 vs A2 ધ સેવન્સ, દુબઈ ખાતે રમાશે. ફાઈનલ 21 ડિસેમ્બરે યોજાશે.

ભારતીય યુવા ટીમ આ વર્ષે કપ જીતવાનો સંકલ્પ લઈને મેદાનમાં ઉતરવા તૈયાર છે અને ક્રિકેટપ્રેમીઓ વચ્ચે આ ટુર્નામેન્ટને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.