UltraTech cement : અલ્ટ્રાટેક સિમેન્ટે આ કંપનીમાંથી પોતાનો હિસ્સો વેચવાને લીલીઝંડી આપી

અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડે શેરબજારને માહિતી આપી છે. કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે ડિરેક્ટર્સ અને ઓફિસર્સ કમિટીએ 20 ઓગસ્ટ 2025ના રોજ યોજાયેલી તેની બેઠકમાં ઇન્ડિયા સિમેન્ટ્સ લિમિટેડ (આઈસીઈએમ)માં તેના હિસ્સાના વેચાણને મંજૂરી આપી છે.
6.49 ટકા જેટલો હિસ્સો વેચશે
કંપનીએ જણાવ્યું હતું કે તે સ્ટોક એક્સચેન્જ મિકેનિઝમ પર ઓફર ફોર સેલ (OFS) દ્વારા 2,01,12,330 ઇક્વિટી શેર (લગભગ 6.49% હિસ્સો) વેચશે. આ પ્રક્રિયા સેબી અને સ્ટોક એક્સચેન્જ દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકા અને લાગુ કાયદાઓ અનુસાર પૂર્ણ કરાશે.
અલ્ટ્રાટેકનો શેર હાલ લાલ નિશાન પર ટ્રેડ કરી રહ્યો છે
આ સમાચાર લખાય છે ત્યાં સુધીમાં અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડનો શેર 12,873ના ભાવે ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે ઓપન 12,906ના ભાવે થયો હતો. એટલે કે હાલ લાલ નિશાન પર ટ્રેડ કરી રહ્યો છે. કંપનીનું માર્કેટ કેપ રૂપિયા 3.79 લાખ કરોડ છે.
એક સપ્તાહમાં શેરમાં 3.81%નો વધારો થયો
અલ્ટ્રાટેક સિમેન્ટના શેરે રોકાણકારોને શાનદાર વળતર આપ્યું છે. છેલ્લા એક અઠવાડિયામાં શેરમાં 3.81%નો વધારો થયો છે, જ્યારે એક મહિનામાં તે 2 ટકાથી વધુ વધ્યો. છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરે 13.43%નું રોકાણકારોને વળતર મળ્યું છે.