USA Earthquack: અમેરિકામાં 8.0ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, સુનામીનું એલર્ટ જાહેર

by

Thenewsdk

Updated: 22-08-2025, 06.53 AM

Follow us:

દક્ષિણ અમેરિકામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 8.0 મપાઈ હતી. જોકે ભૂકંપને કારણે હજુ સુધી કોઇ જાનહાનિ કે માલહાનિના અહેવાલ સામે આવ્યા નથી પરંતુ વિસ્તારમાં સુનામીનું એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

ક્યાં આવ્યો ભૂકંપ? 

અહેવાલ અનુસાર, આ ભૂકંપના આંચકા ડ્રેક પેસેજ વિસ્તારમાં અનુભવાયા હતા. આ એક ઊંડો અને પહોળો દરિયાઈ માર્ગ છે જે દક્ષિણ પશ્ચિમ એટલાન્ટિક મહાસાગર અને દક્ષિણ પૂર્વ પેસિફિક મહાસાગરને જોડે છે.

ભૂકંપ 10.8 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયો 

USGSના ડેટા અનુસાર, ભૂકંપ 10.8 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે, પૃથ્વીની અંદર સાત ટેક્ટોનિક પ્લેટો છે. આ પ્લેટો સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે, એકબીજા સામે ઘસાય છે,

એકબીજા પર ચઢી જાય છે અથવા એકબીજાથી દૂર જાય છે, ત્યારે જમીન ધ્રુજવા લાગે છે. તેને જ ભૂકંપ કહેવામાં આવે છે. ભૂકંપ માપવા માટે રિક્ટર સ્કેલનો ઉપયોગ થાય છે. જેને રિક્ટર મેગ્નિટ્યુડ સ્કેલ કહેવામાં આવે છે.

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.