- વાસણા ભાઈલા પાસે જીપની પાછળ બાંધેલી બોટ પલટી જતા અકસ્માત
- અમદાવાદના ત્રણ ફાયર કર્મચારીઓ રસ્તા પર પટકાતા ઈજાગ્રસ્ત થયા
- રેસ્ક્યુ માટે કોલ આવતા જ તેઓ ફાયરની બોલેરો કારની પાછળ બોટ બાંધી રેસ્ક્યુ કરવા માટે નિકળ્યા હતા
વડોદરામાં પૂરની પરિસ્થિતીને પહોચી વળવા તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ ફાયરબ્રિગેડની ટીમ વડોદરામાં પાણીમાં ફ્સાયેલા લોકોના રેસ્ક્યુ માટે ગઇ હતી. ત્યારે બોલેરોની પાછળ બોટ બાંધી હતી.
જ્યારે વાસણા ભાઈલી ફાયર સ્ટેશન રોડ પર ટર્ન લેતા બોટ પલ્ટી ખાઈ ગઈ હતી. જેના કારણે બોટમાં સવાર અમદાવાદના ત્રણ ફાયર કર્મચારીઓ રસ્તા પર પટકાતા ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં બે દિવસની સારવાર બાદ હોસ્પિટલથી રજા મળતા તમામ ફાયર કર્મચારીઓ પરત અમદાવાદ આવ્યા હતા.
વડોદરામાં પૂરની પરિસ્થિતિને કારણે પાણીમાં ફ્સાયેલા લોકોના રેસ્ક્યુ માટે અમદાવાદ ફાયરબ્રિગેડને રેસ્ક્યુ કરવા માટે ટીમને વડોદરા મોકલવાની વાત કરી હતી. જેથી ગત 28 ઓગસ્ટે બપોરના સમયે ફાયરબ્રિગેડની ચાર ટીમો વડોદરા ગઈ હતી. જ્યાં તેઓએ પાણીમાં ફ્સાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું હતુ. ગત 29 ઓગસ્ટે બપોરના સમયે ફાયરના કર્મીઓ વડોદરાના વાસણા ભાઈલી ફાયર સ્ટેશને હાજર હતા. ત્યારે રેસ્ક્યુ માટે કોલ આવતા જ તેઓ ફાયરની બોલેરો કારની પાછળ બોટ બાંધી રેસ્ક્યુ કરવા માટે નિકળ્યા હતા. ફાયર સ્ટેશનની પાસે જ કારે ટર્ન લીધો તે સમયે બોટ પલટી ગઈ હતી. જેના કારણે બોટમાં સવાર અમદાવાદના પ્રહલાદનગર ફાયર સ્ટેશનના ફાયર કર્મી નિખિલ મુધવા, જીગ્નેશ ગોહિલ અને કલ્પેશ ચૌહાણ રસ્તાપર પટકાતા ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં જીગ્નેશ ગોહિલ અને નિખિલ મુધવાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.
Source link