સોશિયલ મીડિયા પર ફેમસ થવાની લાલચે હવે કેટલાક યુવાનો તમામ હદો વટાવી રહ્યા છે. લાઈક અને વ્યૂઝ માટે તેઓ પોતાની સાથે-સાથે સેકડો મુસાફરોના જીવને જોખમમાં મૂકતા પણ અચકાતા નથી. તાજેતરમાં વાયરલ થયેલા એક વીડિયોએ દેશભરમાં ચિંતા અને આક્રોશ જગાવ્યો છે, જેમાં યુવકો ભારતની પ્રતિષ્ઠિત હાઈ-સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસને રોકવાનો પ્રયાસ કરતા નજરે પડે છે.
Stopping Vandey Bharat and jeopardising lives of passengers by placing wooden logs for making reels, should be treated as an act of terrorism.
Request @RailMinIndia and @RPF_INDIA to arrest them all and coordinate with state government to slap NSA on them. pic.twitter.com/KPxKCPqxRm
— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) January 23, 2026
વાયરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે કેટલાક યુવકો રેલવે ટ્રેક પર મોટા લાકડાના લઠ્ઠા મૂકી રહ્યા છે. થોડા જ સમયમાં વંદે ભારત તે ટ્રેક પરથી પસાર થવાની હતી. અવરોધ જોઈ ટ્રેનના ડ્રાઈવરે સમયસર ઇમરજન્સી બ્રેક મારતા ટ્રેન અટકી ગઈ અને મોટો અકસ્માત ટળી ગયો.
ટ્રેન અટક્યા બાદ યુવકો ગર્વથી કહેતા સંભળાયા કે,
“વંદે ભારત અટકાવી દીધી.”
જ્યારે રેલવે સ્ટાફે તેમને ટોક્યા, ત્યારે તેમણે બિનજવાબદાર રીતે જવાબ આપ્યો,
“અંકલ, અમે અંદર નથી આવતા, ખાલી વીડિયો શૂટ કરીએ છીએ.”
આ વીડિયો X (અગાઉનું ટ્વિટર) સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થતાં જ લોકોમાં ભારે ગુસ્સો ફાટી નીકળ્યો છે. અનેક યુઝર્સે RPF અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને ટેગ કરીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. લોકોનું કહેવું છે કે હાઈ-સ્પીડ ટ્રેનમાં અચાનક બ્રેક લાગવાથી મુસાફરોને ગંભીર ઇજા કે જીવલેણ અકસ્માત પણ થઈ શકતો હતો.
⚖️ કાયદાકીય કાર્યવાહી શક્ય
કાયદાકીય રીતે આ કૃત્ય અત્યંત ગંભીર ગુનો ગણાય છે.
રેલવે એક્ટ, 1989 મુજબ:
કલમ 150: ટ્રેક પર અવરોધ મૂકી ટ્રેનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ — આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની જેલ
કલમ 174: રેલવે કામગીરીમાં અવરોધ — 2 વર્ષ સુધીની જેલ અથવા દંડ, અથવા બંને
હાલમાં મળતી માહિતી અનુસાર, RPF અને સ્થાનિક પોલીસ વાયરલ વીડિયાના આધારે યુવકોની ઓળખ પ્રક્રિયા શરૂ કરી ચૂકી છે અને ધરપકડ માટે તપાસ તેજ કરવામાં આવી છે.
આ ઘટના ફરી એકવાર સ્પષ્ટ કરે છે કે સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધિ મેળવવાની લાલચમાં કરવામાં આવતી આવી હરકતો માત્ર બેદરકારી નહીં, પરંતુ દેશની સુરક્ષા અને નાગરિકોના જીવ માટે ગંભીર ખતરો છે.


Leave a Comment