વાવમાં અસારા–ચતરપુરા રોડ પર ઓવરટેક વખતે કાર પલ્ટી મારતા ખીમાણાવાસના યુવકનું સ્થળ પર જ મોત, ત્રણ લોકો ઘાયલ

by

Thenewsdk

Updated: 01-11-2025, 04.44 AM

Follow us:

વાવ-સુઇગામ તાલુકામાં ગઈકાલે સવારે અસારા અને ચતરપુરા વચ્ચે આવેલી કસ્ટમ રોડ પર એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઓવરટેક કરવાની કોશિશ દરમિયાન સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા બ્રેઝા કાર (GJ-16-CB-5293) પલ્ટી ખાઈ ગઈ હતી.

આ અકસ્માતમાં ખીમાણાવાસના યુવક પ્રવીણભાઈ ઈશ્વરભાઈ રાજપૂતનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી.

મળતી વિગતો મુજબ, ભરડવા ગામમાં એક લગ્ન પ્રસંગે સગાસંબંધીઓ એકત્ર થયા હતા. જાન ભરડવાથી બાલોત્રી ગામ તરફ જવાના હતા. મૃતક પ્રવીણભાઈ પોતાની કાર લઈને ભરડવા આવ્યા હતા,

પરંતુ પરત ફરતી વખતે આ દુર્ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.